રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની એક સમિતિએ ATMમાંથી કેસ નિકાળવાની લિમિટ 5000 રૂપિયા નક્કી કરવા અને ATM ચાર્જમાં વધારો કરવાની ભલામણ કરી છે.
આરબીઆઈ દ્વારા ગત વર્ષે ATM ઈન્ટરચેન્જ ફી સ્ટ્રક્ચરની સમિક્ષા માટે રચવામાં આવેલી કમીટીએ પોતાની ભલામણ આરબીઆઈને સોંપી છે. પરંતુ એ વાતની જાણકારી નથી કે, આરબીઆઈએ આ રિપોર્ટને સ્વીકાર કર્યો છે કે, નહીં.
RBIની એક સમિતીએ પૂરા દેશમાં ATM દ્વારા થતા તમામ ટ્રાન્જેક્શનો પર inter-change charges વધારવાની ભલામણ કરી છે.કમિટીએ પ્રતિ ટ્રાન્જેક્શનની લિમિટ 5000 રૂપિયા નક્કી કરી અને તેનાથી વધારેની રકમ ઉપાડવા પર ચાર્જ લગાવવાના પક્ષમાં છે. 10 લાખથી ઓછી આબાદીવાળા શહેરો માટે આ સમિતિએ ચાર્જમાં 24 ટકા વધારો કરવાની ભલામણ કરી છે.

સિંગલ બ્રાન્ચ ટ્રાન્જેક્શન અને સિંગલ ATM ટ્રાન્જેક્શનના ખર્ચની તુલના કરવામાં આવી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસના કારણે પ્રતિ કસ્ટમર એટીએમ ટ્રાન્જેક્શનોમાં બ્રાન્ચ ટ્રાન્જેક્શનની તુલનામાં ભારે વધારો જોવા મળ્ચો છે.
તેને જોતા સિંગલ બ્રાન્ચ ટ્રાન્જેક્શન અને સિંગલ એટીએમ ટ્રાન્જેક્શનનો ખર્ચની તુલના ઉચિત નહીં હોય.લોકડાઉન અને કોરોનાના કારણે 1 જુલાઈથી ATMમાંથી કેશ ઉપાડવાનો નિયમ બદલાવા જઈ રહ્યો છે, જેનાથી તમારા ખિસ્સા પર ભાર પડશે.
ATM કેશ વિડ્રોલ 1 જુલાઈથી તમારા માટે મોંઘુ થવા જઈ રહ્યું છે. નાણા મંત્રાલયે એટીએમ કેશ વિડ્રોલ કરવા માટે તમામ ટ્રાન્જેક્શન ચાર્જિસ હટાવી લીધા હતા. સરકારે ત્રણ મહિના માટે એટીએમ ટ્રાન્જેક્શન ફી હટાવી લોકોને કોરોના સંકટ વચ્ચે મોટી રાહત આપી હતી. આ છૂટ માત્ર ત્રણ મહિના માટે આપવામાં આવી હતી, જે હવે 30 જૂને ખતમ થવાની છે.