પાર્લરમાં તૈયાર થઈ રહી હતી દુલ્હન, દુલ્હાનો મેસેજ આવ્યો અને તૂટી ગયા લગ્ન..!!

બ્યૂટી પાર્લરમાં લગ્ન પહેલા તૈયાર થઈ રહેલી દુલ્હનના મોબાઈલ પર તેના થનારા પતિનો એક મેસેજ આવે છે, જેણે સૌ કોઈના હોશ ઉડાવી દીધા હતા. આ મેસેજમાં દુલ્હાએ લખ્યું હતું, લગ્ન કેન્સલ થઈ ગયા છે. હવે તે બારાત લઈને આવી રહ્યો નથી. ઉત્તર પ્રદેશના કાનપુરમાં હેરાન કરી દેનારો એક કેસ સામે આવ્યો છે. અહીં પર લગ્ન થવાના થોડા સમય પહેલા જ વર પક્ષે બારાત લઈને આવવાની ના પાડી દીધી હતી. દુલ્હાએ દુલ્હનને મોબાઈલ પર મેસેજ કર્યો, જેમાં તેણે લખેલું હતું કે લગ્ન કેન્સલ થઈ ગયા છે. હવે તે બારાત લઈને આવતો નથી. આ મેસેજ વાંચીને દુલ્હના હોંશ ઉડી ગયા.

છોકરીના ઘરના લોકોએ પોલીસને જાણ આપી. પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે. કાનપુરના પનકી થાણાક્ષેત્રના કંગાજંગ કોલોનીની રહેનારી પુષ્પલતાના લગ્ન મહારાજપુર થાણા ક્ષેત્રના ગામ કરૌલી નિવાસી ક્રાંતિ સિંહ સાથે સાથે નક્કી થયા હતા. છોકરીના ઘરમાં બારાતના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ત્યાં દુલ્હન બનવા જનારી પુષ્પલતા પોતાની સહેલીઓ સાથે બ્યૂટી પાર્લરમાં તૈયાર થવા માટે ગઈ હતી.

પુષ્પલતા હવે આ છોકરા સાથે લગ્ન કરવા નથી ઈચ્છતી અને કહ્યું છે કે તે છોકરા અને તેના પરિવારને સજા અપાવડાવીને રહેશે. તેણે કહ્યું કે આ રીતે લગ્ન કેન્સલ થવાની તેમની ઘણી બેઈજ્જતી થઈ છે. લગ્નમાં ૩૦ લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે, ૧૨ લાખ રૂપિયાની ગાડી ખરીદવામાં આવી હતી પરંતુ આટલા ખર્ચા કરવા છત્તાં લોભી છોકરાવાળા ખુશ થયા ન હતા.

આપણે ત્યાં વર્ષોથી છોકરીવાળા પાસેથી એક ન તો બીજી રીતે લોકો દહેજ લેતા જ આવ્યા છે પરંતુ હવે દહેજ માંગવું એક કાનૂની ગુનો છે. તેમ છત્તાં હજુ સમાજમાં લોકો એક અથવા બીજી રીતે ગિફ્ટના રીતે દહેજ લેતા જ હોય છે. આજે પણ દહેજના ત્રાસમાં કેટલીય મહિલાઓએ સાસરીવાળાઓના ત્રાસ સહન કરવો પડે છે અને ઘરેલું હિંસાનો ભોગ બનવો પડે છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.