સગર્ભા મહિલાનો મૃતદેહ 15 ફૂટ ઊંચા ઝાડ પરથી લટકતો મળી આવ્યો, હત્યાની આશંકા…

રાજસ્થાનના ધોલપુર જિલ્લાના કૌલારી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગાલા ગામમાં હંગામો થયો હતો. જ્યારે 28 વર્ષની પરિણીત મહિલાનો મૃતદેહ બાજરીના ખેતરમાં 15 ફૂટ ઊંચા લીમડાના ઝાડ પરથી લટકતો જોવા મળ્યો હતો.

લાશને આ રીતે લટકતી જોઈને ગ્રામજનોના હાથ-પગ ધ્રુજી ગયા અને તેઓએ તરત જ પોલીસને આ બાબતની જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગ્રામજનોની મદદથી લાશને નીચે લાવી પોસ્ટમોર્ટમ માટે મોકલી. કહેવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલા 9 મહિનાની ગર્ભવતી હતી.

ઘટનાસ્થળે પહોંચેલા નાયબ પોલીસ અધિક્ષક વિજય કુમાર અને કૌલારી પોલીસ સ્ટેશનના એસએચઓ નરેશ પોશવાલે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે એફએસએલ ટીમ અને ડોગ સ્કવોડને પણ ઘટનાસ્થળે બોલાવી હતી. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે પહેલા મહિલાની હત્યા કર્યા બાદ લાશને ઝાડ પરથી લટકાવી દેવામાં આવી છે. હાલ પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, કૌલારી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ વાલા કા નાગલામાં 28 વર્ષીય મહિલા રાધા ઉર્ફે રૂપા પત્ની હરિશ્ચંદ્ર બુધવારે બપોર બાદ ઘરમાંથી ગાયબ થઈ ગઈ હતી. મોડી રાત સુધી મહિલાની મળી શકી ન હતી.

ગુરુવારે સવારે પરિણીત મહિલાનો મૃતદેહ ગામની બહાર બાજરીના ખેતરમાં આશરે 15 ફૂટની ઊંચાઈએ લીમડાના ઝાડ પરથી લટકતો મળી આવ્યો હતો. ફાંસી પર લટકતી લાશ જોઈ પરિવારમાં હંગામો મચી ગયો હતો. સ્થળ પર ગ્રામજનોની ભારે ભીડ એકઠી થઇ હતી.

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *