આજકાલ ફેશન બની ગઈ છે જન્મદિવસ ની ઉજવણી રોડ પર કે ફાર્મ પર જઈ મિત્રો અને સગાસંબંધીઓ સાથે કેક કાપી અને પાર્ટી કરી સેલિબ્રેશન કરવાની, એવામાં વિકાસ રાખોલિયા નામ ના યુવકે પોતાના 24 માં જન્મદિવસે કેક કાપી ને નહિ પરંતુ જરૂરીયાત મંદ બાળકો ને ભણતર સામગ્રી જેવી કે નોટબુક ,પેન, પેન્સિલ જેવી સ્ટેશનરી સામગ્રી અને સાથે જીવન જરૂરી ચીજવસ્તુઓ આપી એક નવું માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આજકાલ લોકો પોતાના જન્મદિવસ ની ઉજવણી પાછળ ઘણોખરો વધારાનો ખર્ચ કરતા હોય છે એના કરતા આ જ ખર્ચ ગરીબો પાછળ કરવમાં આવે તો એ લોકો ને ૨ ટાઈમ નું ભોજન મળી રહે, નાના બાળકોને જરૂરી ચીજવસ્તુઓ મળી રહે અને એટલું જ નહી દેશ માં ગરીબી દુર કરવાનો આ એક ઉપાય પણ છે.
વરાછા માં રહેતા વિકાસ રાખોલિયા સતત લોકોની સેવા માં જોડાઈ રહે છે, લોકડાઉન દરમિયાન પણ ભૂખ્યા લોકો ને ભોજન પૂરું પાડ્યું હતું અને કોરોના ના કાળ માં આઈસોલેશન સેન્ટર પર પોતાના જીવ ના જોખમે પણ લોકો ની સેવા કરી હતી.
વિકાસે જણાવ્યું કે, આજે મારા 24 માં જન્મદિવસ નિમિત્તે આપ સૌના આશીર્વાદ થી એક નાનકડી સેવા કરવાનો મોકો મળ્યો…

દિવસ ની શરૂઆત સાથે મારા માતાપિતા અને ઈશ્વર ના આશીર્વાદ મેળવી સુરત શહેર માં વસ્તા શ્રમિક પરિવાર ના બાળકો ને શિક્ષણ મળે, અને એ બાળકો પણ નાનપણથી જ કક્કો-બારક્ષરી, કે વન ટુ ફોર શીખે એવી મારી આશા અને અપેક્ષાઓ છે, બસ એ હેતુ થી 50 સ્ટેશનરી કીટ ( દેશીહિસાબ, નોટબુક, પેન્સિલ, ફૂટપટ્ટી, સંસો, રબર ) ની સાથે 100 સ્માઈલ કીટ નું વિતરણ કર્યું.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…