અરબ સાગરમાંથી આવેલા વાવાઝોડા તૌકતેનો ખતરો ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત 7 રાજ્યો પર જોવા મળી રહ્યો છે. વાવાઝોડુ બપોરે 3 વાગ્યા સુધી ગુજરાતના પોરબંદરના દરિયા કિનારે ટકરાઇ શકે છે. તે બાદ બપોરે 3થી સાંજના 6 વાગ્યા સુધી વાવાઝોડુ પોરબંદર અને મહુવા (ભાવનગર) વચ્ચેથી પસાર થશે. આ દરમિયાન તેની ગતિ 175 કિલોમીટર પ્રતિ કલાક સુધી હોઇ શકે છે.
ગુજરાતના વાવાઝોડાની નોંધાયેલી તવારીખમાં ૧૫૦ કિમીથી વધુ પવન ફૂંકાયો હોય એવા બે સાયકલોન ૧૯૯૮ અને ૧૯૮૨માં આવ્યા હતા. ૨૦૦૧નું વાવાઝોડું ઘણું મજબૂત હતું પણ કિનારે આવીને નબળું પડી ગયેલું. આટલી તીવ્રતાનું વાવાઝોડું લગભગ ૨૩ વર્ષ બાદ ગુજરાતની ધરતીને ટકરાશે.
ગુજરાતમાં 23 વર્ષ પછી આટલુ ભયાનક તોફાન આવી રહ્યુ છે. આ પહેલા 9 જૂન 1998માં કચ્છ જિલ્લાના કંડલામાં આટલુ ભયાનક તોફાન આવ્યુ હતું. જેમાં 1173 લોકોના મોત થયા હતા અને 1774 લોકો ગાયબ થઇ ગયા હતા. ગુજરાતના દરિયા કિનારાના જિલ્લાના 655 ગામમાંથી આશરે 1.5 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. પશ્ચિમી કિનારાના હજારો મકાનોને ખાલી કરાવવામાં આવ્યા છે.
– કંડલા બંદર બંધ કરવામાં આવ્યુ, તમામ બંદરિય પ્રવૃતિઓ પર રોક, ક્રેન ડાઉન થઇ, 1000થી વધુનું સ્થળાંજર, જહાજ ઓટીબીમાં ખસેડાયા
– નવસારી જિલ્લામાં એક હજાર લોકોનું સ્થળાંતર
– સૌરાષ્ટ્રના 250 ગામડા ખાલી કરાવાયા, ભાવનગર, ઘોઘા, તળાજા-મહુવામાં 6761 લોકોનું સ્થળાંતર
– જામનગર, પોરબંદર, સોમનાથ, જૂનાગઢ, વેરાવળ સહિતના જિલ્લામાં રેડ એલર્ટ
– સૌરાષ્ટ્રના બંદરો ઉપર ભયજનક સિગ્નલ લગાવાયુ, દરિયામાં કરંટ જોવા મળ્યો
– સુરતમાં 410 હોર્ડિગ્સ ઉતારવામાં આવ્યા, સ્થળાંતર માટે 37 શાળાઓ ખુલ્લી મુકાઇ
– મુન્દ્રા તાલુકામાં 2100 માછીમાર, 124 અગરિયા પરિવારનું સ્થળાંતર
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…