ભારતીય ક્રિકેટ ટીમ 18 જૂને ન્યુઝીલેન્ડ સામે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અંતિમ મેચ રમશે. ભારતીય ખેલાડીઓ અંતિમ મેચ માટે કોચ રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે. રવિ શાસ્ત્રીએ મંગળવારે પ્રેક્ટિસ સેશન બાદ પિચ ક્યુરેટરના કૂતરાને ફીલ્ડિંગ પ્રેક્ટિસ કરાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
પીચ ક્યુરેટર સાઈમન લીના કૂતરાને ટેનિસ બોલથી રવિ શાસ્ત્રીએ ફિલ્ડિંગની પ્રેક્ટિસ આપી હતી. શાસ્ત્રીએ તેના ટ્વિટર હેન્ડલ પર કૂતરાની પ્રેક્ટિસનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. ટીમ ઈન્ડિયાના કોચએ લખ્યું છે કે, “અમારું બડી વિન્સ્ટનએ ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશન પછી ટેનિસ બોલથી પ્રેક્ટિસ કરે છે.”
Our buddy Winston earns himself a tennis ball after #TeamIndia’s practice session #WTCfinal 🇮🇳 pic.twitter.com/tEeLYS3xBs
— Ravi Shastri (@RaviShastriOfc) June 15, 2021
આ વીડિયોમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી કિટ બેગ સાથે મેદાન બહાર જતો નજરે પડે છે. વીડિયોમાં શાસ્ત્રી પોતાના હાથમાં ટેનિસ રેકેટ ધરાવે છે અને તે મેદાનના જુદા જુદા ભાગોમાં બોલ ફેંકી રહ્યા છે, જેને ડોગી ભાગીને પકડી રહ્યો છે.
શાસ્ત્રી કૂતરાઓને કેટલો પ્રેમ કરે છે તે જગજાહિર છે. ભારતીય ટીમના પૂર્વ કોચ ઘણા વખતથી પોતાના પાલતુ કૂતરાના ફોટા સોશિયલ મીડિયા પર મૂકી ચૂક્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમ અંતિમ મેચ રમવા માટે જૂનના પ્રારંભમાં ઇંગ્લેન્ડ પહોંચી હતી. જોકે કોવિડ પ્રોટોકોલને કારણે ભારતીય ખેલાડીઓ વધારે પ્રેક્ટિસ મેળવી શક્યા ન હતા, પરંતુ એકબીજાની વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ખેલાડીઓ ખાસ કરીને બેટ્સમેનોએ ખૂબ સરસ પ્રદર્શન કર્યું હતું.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…