તારક મહેતા ફૅમ નટુકાકાનું 77 વર્ષની ઉંમરે નિધન, અસિત કુમાર મોદીએ આપી શ્રદ્ધાંજલી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો માં લોકોનું મનોરંજન કરાવનારા ઘનશ્યામભાઈ નાયક (નટુકાકા) નું કેન્સરની ટુંકી બીમારી બાદ આજે દુઃખદ નિધન થતા લોકોમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે. તારક મહેતાના તમામ કલાકારોમાં ભારે દુ:ખ જોવા મળી રહ્યું છે.

તારક મહેતા’ ફૅમ નટુકાકાનું 77 વર્ષની ઉંમરે નિધન, છેલ્લાં એક વર્ષથી કેન્સર હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી.

ઘનશ્યામ નાયકની ઉંમર 76 વર્ષની હોવાથી કિમો માટે દર વખતે નસ પકડવી સહેલી નહોતી, આથી જ ડૉક્ટર્સે તેમના શરીરમાં કેમો પાર્ટ બેસાડવાનું સૂચન કર્યું હતું. આના માટે ઘનશ્યામ નાયકે નાનકડી સર્જરી પણ કરાવી હતી. કેમો પાર્ટ એટલે એક નાની ડબ્બી શરીરમાં ફિટ કરવામાં આવે છે અને કિમોથેરપીના ઈન્જેક્શન આપી શકાય છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર અસિતકુમાર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે આપણા વ્હાલા નટુકાકા આપણી સાથે નથી રહ્યા.

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *