સુરત જિલ્લામાં સતત કોરોનાના દર્દી વધી રહ્યા છે. ત્યારે આજે વધુ 82 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે. સુરતમાં શહેરમાં આજે 71 જયારે ગ્રામીણ વિસ્તારમાં 11 દર્દી સાથે કુલ પોઝિટિવ દર્દી સંખ્યા 1903 પર પહોંચી છે. જયારે આજે બે દર્દીના મોત સાથે મરણનો આંક 78 પર પહોંચ્યો છે. તેવામાં આજે 51 દર્દીએ કોરોનાને માત પણ આપી છે પોતાના ઘરે પરત ફર્યા છે.
શહેર વિસ્તારમાં 71 કેસ નોઁધાયા છે .શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 1767 જયારે ગ્રામીણ વિસ્તારમાં આજે વધુ 11 કેસ સાથે દર્દી સંખ્યા 136 પર પહોંચી છે. જિલ્લામાં અત્યારસુધી નોંધાયલે પોઝિટિવ કુલ દર્દીની સંખ્યા 1903 પર પહોંચી ગઈ છે.

તેવામાં આજે બે દર્દીના કોરોનાને લઇને મોત થયા છે અને મૃત્યુઆંક 78 થયો છે. જેમાંથી બે મૃત્યુ જિલ્લાના છે અને 76 મોત શહેર વિસ્તારના છે . આજે શહેરમાંથી 48 અને જિલ્લાના 3 મળીને કુલ 51દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1259 થઈ છે. જેમાંથી જિલ્લાના 91 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે. જોકે આજે કોરોના ને લઇને બે મોત સામે આવ્યા છે
આજે સેન્ટ્રલ ઝોનમાં 7, વરાછા એ ઝોનમાં 6, વરાછા બીમાં 1, રાંદેરઝોનમાં 4 કતારગામ ઝોનમાં 17, લીબાયત ઝોનમાં 17, ઉધના ઝોનમાં 16 અઠવા ઝોનમાં 3 કેસ નોંધાયા છે. આમ તો લીબાયત સાથે કતારગામ ઝોનમાં સતત દર્દી સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેને લઈને તંત્રની ચિંતા વધી છે
આગામી દિવસ આ વિસ્તારના લોકો જો ધ્યાન નહિ આપેતો વધુ કેસ વધે તેવી શક્યતા ને લઇને આ વિસ્તરમાં તંત્ર દ્વારા આપવામાં આવેલી છૂટછાટ પછી ખેંચવામાં આવે તેવું લાગી રહ્યુ છે.