સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે. ત્યારે આજે રવિવારે વધુ 68 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે. સુરતમાં 62 જયારે ગ્રામીણ વિસ્તારમાં 6 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 2269 પર પહોંચી છે. જયારે આજે બે લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 84 પર પહોંચ્યો છે. તેવામાં આજે 54 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
મૃત્યુઆંક 84 થયો છે. જેમાંથી બે મૃત્યુ જિલ્લાના છે અને 82 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી જ્યારે જિલ્લામાં આજે એકપણ દર્દી નહીં, ત્યારે કુલ 54 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1430 થઈ છે. જેમાંથી જિલ્લાના 94 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.
ક્યા વિસ્તારમાં કેટલા કેસ?
આજે સેન્ટ્રલ ઝોન 9, વરાછા એ ઝોનમાં 11, વરાછા બી 3, રાંદેર ઝોન 2, કતારગામ ઝોનમાં 17, લીબાયત ઝોનમાં12, ઉધના ઝોનમાં 2 અને અથવા ઝોનમાં 6 કેસ નોંધાયા હતા.

કોરોના વાયરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે. આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 68 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 62 કેસ નોંધાયા છે. આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 2097 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 6 કેસ સાથે દર્દી સંખ્યા 172 પર પહોંચી છે.કુલ દર્દી સંખ્યા 2269 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે બે દર્દીના કોરોનાને લઇને મોત થયા છે.
આમ તો લીંબાયત સાથે કતારગામ ઝોનમાં સતત દર્દી સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો, પણ આજે સૌથી વધુ દર્દી કતારગામ ઝોન ત્યાર બાદ લિબાયત ઝોનમાં નોંધાયા છે. વિસ્તારમાં દર્દીની સંખ્યા ઘટી રહી હતી તે વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે.
આગામી દિવસ આ વિસ્તારના લોકો જો ધ્યાન નહિ આપેતો વધુ કેસ વધે તેવી શક્યતા છે. ત્યરે લોકડાઉનમાં છૂટછાટ આપવા સાથે એટલેકે અનલોક 1 શરુ થતાની સાથે છેલ્લા સાત દિવસમાં સુરતમાં કોરોના દર્દી વધી રહ્યા છે જેને લઇને તંત્ર માં દોડધામ શરૂ થઈ છે.