સુરત : આજે વધુ 95 લોકો સુધી પહોંચ્યો કોરોના તેમજ 3 લોકોના મોત..

સુરત : આજે વધુ 95 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો. સુરતમાં 74 જયારે ગ્રામીણ વિસ્તારમાં 21દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 3286 પર પહોંચી છે, જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 126 પર પહોંચ્યો છે, તેવામાં આજે 41 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કુલ દર્દી સંખ્યા 3286 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 126 થયો છે. જેમાંથી 5 મૃત્યુ જિલ્લાના છે અને 121 મોત શહેર વિસ્તારના છે.

આજે શહેરમાંથી 34 જ્યારે જિલ્લામાં આજે 7 દર્દી રજા આપતા,  કુલ 41 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2143 થઈ છે. જેમાંથી જિલ્લાના 178 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

આજે સેન્ટ્રલ ઝોન 12, વરાછા એ ઝોનમાં 9, વરાછા બી 5 રાંદેર ઝોન 2, કતારગામ ઝોનમાં 28, લીબાયત ઝોનમાં 8, ઉધના ઝોનમાં 7 અને અથવા ઝોનમાં 3 કેસ નોંધાયા

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં દર્દી ઓછા નોંધાયા બાદ આજે સૌથી વધુ દર્દી નોંધાયા છે. સાથે-સાથે સુરતના સેન્ટર ઝોન સાથે વરાછા અને લીબાયત અને ઉધના ઝોનમાં પણ દર્દીમાં ઉછાળો આવ્યો છે, ત્યારે  સૌથી વધુ દર્દી ડાયમંડ ઉધોગ સાથે જોડાયેલ કર્મચારી વધારે અહીંયા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે.

જોકે જિલ્લામાં ચોયાસી 1, ઓલપાડ  5, કામરેજ  7, પલસાણા 6, અને બારડોલી 3 કેસ નોંધાતા કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા સૌથી પહેલી વાર આટલી મોટી માત્રામાં કેસ સામે આવતા  જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *