સુરત : આજે વધુ 88 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ તેમજ 3ના મોત..

સુરત : આજે વધુ 88 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો. સુરતમાં 77 જયારે ગ્રામીણ વિસ્તારમાં 11 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 3395 પર પહોંચી છે, જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 131 પર પહોંચ્યો છે, તેવામાં આજે 88 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 88 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 77 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 3095 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 11 કેસ સાથે દર્દી સંખ્યા 300 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 3395 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 131 થયો છે. જેમાંથી 5 મૃત્યુ જિલ્લાના છે અને 196 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 70 જ્યારે જિલ્લામાં આજે 18 દર્દીને રજા આપતા, કુલ 88 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે.

જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2275 થઈ છે. જેમાંથી જિલ્લાના 196 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

આજે સેન્ટ્રલ ઝોન 6, વરાછા એ ઝોનમાં 8, વરાછા બી 12 રાંદેર ઝોન 5, કતારગામ ઝોનમાં 26, લીબાયત ઝોનમાં 10, ઉધના ઝોનમાં3 અને અથવા ઝોનમાં 7 કેસ નોંધાયા.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.