સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 61 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધારો. સુરતમાં 55 જયારે ગ્રામીણ વિસ્તારમાં 6 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 2480 પર પહોંચી છે, જયારે આજે બે લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 91 પર પહોંચ્યો છે, તેવામાં આજે 59 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 61 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 55 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 2293 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 6 કેસ સાથે દર્દી સંખ્યા 187 પર પહોંચી છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે,ત્યારે આજે કુલ દર્દી સંખ્યા 2480 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે બે દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 91 થયો છે. જેમાંથી બે મૃત્યુ જિલ્લાના છે અને 89 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 48 જ્યારે જિલ્લામાં આજે 11 દર્દી રજા આપતા, કુલ 59 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1578 થઈ છે. જેમાંથી જિલ્લાના 111 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.
સુરતમાં આજે સેન્ટ્રલ ઝોન 7, વરાછા એ ઝોનમાં 3, વરાછા બી 6, રાંદેર ઝોન 2, કતારગામ ઝોનમાં 15, લીબાયત ઝોનમાં 10, ઉધના ઝોનમાં 5 અને અથવા ઝોનમાં 7 કેસ નોંધાયા આમ તો લિબાયત ઝોન અને કતારગામ ઝોન દર્દી સંખ્યા વધતા તંત્ર ની ચિંતા વધી હતી તેવામાં લિબાયત ઝોન દર્દી સંખ્યા ગતરોજ બાદ આજે ફરી એકવાર ઘટી છે.
કતારગામ ઝોનમાં સતત દર્દી સંખ્યા વધી રહી છે ત્યારે લિબાયત બાદ સતત કતારગામ ઝોન દર્દી સતત વધારો થઈ રહીયો છે તેને લઇને તંત્ર સાથે કતારગામ વિસ્તાર ના લોકો ચિંતા વધી રહી છે