સુરત : આજે વધુ 191 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ તેમજ 8 દર્દીના મોત..

સુરતમાં આજે વધુ 191 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો.સુરતમાં 174 જયારે ગ્રામીણ વિસ્તારમાં 17 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 4839 પર પહોંચી છે, જયારે આજે 8 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 174 પર પહોંચ્યો છે, તેવામાં આજે 93 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

સુરતમાં કોરોના પોઝિટિવના નવા191 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 174 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 4345 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 17 કેસ સાથે દર્દી સંખ્યા 494 પર પહોંચી છે.કુલ દર્દી સંખ્યા 4839 પર પહોંચી ગઈ છે

આજે 8 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 174 થયો છે. જેમાંથી 14 મૃત્યુ જિલ્લાના છે અને 160 મોત શહેર વિસ્તારના છે.

આજે શહેરમાંથી 93 જ્યારે જિલ્લામાં આજે 5 દર્દીને રજા આપતા, કુલ 85 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2929 થઈ છે. જેમાંથી જિલ્લાના 261 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

આજે સેન્ટ્રલ ઝોન 16, વરાછા એ ઝોનમાં 23, વરાછા બી 18, રાંદેર ઝોન 19, કતારગામ ઝોનમાં 66, લીબાયત ઝોનમાં 10, ઉધના ઝોનમાં 6 અને અથવા ઝોનમાં 16 કેસ નોંધાયા.જોકે જિલ્લામાં ચોર્યાસી 1,ઓલપાડ 3, કામરેજ 9,પલસાણા 3, ,અને માંગરોળ 1 કેસ નોંધાતા આજે સુરત ના કામરેજ માં સૌથી વધુ કેસ નોંધાયા છે કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા સૌથી વધુ કેસ પહેલી વાર નોંધાયા છે જેમાં કામરેજ ખાતે 18 કેસ એક સાથે નોંધાતા સુંર્ત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *