સુરત : રત્નકલાકારોમાં વધતા કેસ પાછળ શેઠીયાઓ છે જવાબદાર,જાણો કઈ રીતે..

અનલોક 1 અને હવે શરૂ થયેલા અનલોક 2 દરમિયાન સુરતમાં સતત કોરોના દર્દી રહ્યા છે. જેમાં પણ સૌથી વધારે રત્નકલાકારો સંક્રમિત થઈ રહ્યા છે. જેમાં તંત્રની ગાઇડલાઇનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું છે.

તંત્ર જ્યારે તપાસ કરવા માટે જાય છે ત્યારે હીરાના કારખાના માલિકો કારીગરોનો ટેરેસ પર છૂપાવી દેતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સુરતમાં કતારગામ અને વરાછા વિસ્તારના રત્નકલાકારો સૌથી વધારે કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જે બાદમાં તંત્ર દ્વારા થોડા દિવસ પહેલા ડાયમંડ એસોસિએશન સાથે બેઠક કરી ગાઇડલાઇનનું કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને એક સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતું હોવાનું જાણવા મળ્યા બાદ તંત્ર તરફથી એક ઘંટી પર બેથી વધારે કારીગરોનો ન બેસાડવાના નિયમનું કડક પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું.

આ સાથે તંત્ર તરફથી હવે સઘન ચેકિંગ કરવામાં આવશે તેવી વાત પણ કરવામાં આવી હતી. જોકે, આ નિયંત્રણો માત્ર કાગળ પર જ રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. સતત કેસ વધી રહ્ય છે ત્યારે તંત્ર દ્વારા એક અઠવાડિયા માટે સમગ્ર ડાયમંડ ઉદ્યોગ બંધ કરવામાં આવ્યો છે.

એવામાં આજે સુરતના સોશિયલ મીડિયામાં બે વીડિયો વાયરલ થયા છે. આ વીડિયોમાં તંત્રની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. અહીં એક ઘંટી પર બેની જગ્યાએ ચાર લોકો બેસાડવામાં આવી રહ્યા છે.

ખાસ કરીને ડાયમંડ એસોસિયેશન સાથે તંત્રની ટીમ તપાસમાં આવે ત્યારે કારીગરોનો ધાબા પર મોકલી દેવામાં આવે છે. વાયરલ થયેલો વીડિયો વરાછા વિસ્તારોમાં આવેલા એક ડાયમંડ યુનિટનો હોવાનું માલુમ પડ્યું છે.

એક તરફ તંત્ર કોરોના વાયરસ ન ફેલાય તે માટે સતત પ્રત્નશીલ છે ત્યારે બીજી તરફ ડાયમંડ ઉદ્યોગ તરફથી ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.