સુરત : ખાનગી હોસ્પિટલના સંચાલકો ની લૂંટ, 24 દિવસ સારવાર આપીને 12.23 લાખનું બિલ તેમ છતાં હાલમાં પથારી વસ..

કોરોના વાઇરસ લઇને લોકોમાં જે ડર છે તેનો સીધો ફાયદો ખાનગી હોસ્પિટલ ના સંચાલકો ઉઠાવી રહ્યાની ઘટના સુરતમાં સામે આવી છે. સુરતની ખાનગી હોસ્પિટલ દ્વારા કોરોનાના લક્ષણ દેખાતા એક દર્દી ને 24 દિવસ સારવાર આપીને તેની પાસેથી રૂપિયા 12.23 લાખના બિલ આપીને રૂપિયા લઇ લેવાની ઘટના સામે આવી છે.

જોકે 24 દિવસ બાદ પણ દર્દી હાલત સુધારા પર નથી અને હાલમાં પથારી વસ છે.સુરત ના ઝાપાબજાર તૈયાબી મોહલ્લો રહેતા 50 વર્ષીય ગુલાબ હેદર ગુલાબ મુસ્તુજા શેખ ગત તારીખ 13 મેના રોજ શરદી-ખાસી થતા ફેમિલી ડોક્ટર પાસે ગયા હતા. જ્યાં કોરોના લક્ષણો હોવાની સાંભવના ફેમેલી ડોકટર દ્ધારા વ્યક્ત કરતા ગુલાબ હેદર ડરના મારે તાત્કાલિક દાખલ થવાની વાત કરી હતી.

ફેમિલી ડોક્ટરે એકતા ટ્રસ્ટની એમ્બ્યુલન્સ બોલાવી સિવિલ લઈ જવાની વાત કરતા ના કહ્યું હતું. જેને લઈ ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યાં હોસ્પિટલ  દાખલ કરાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યોહતો.

તેના 48 કલાકમાં જ ફરી  રિપોર્ટ  નેગેટિવ આવી ગયો હતો. જોકે, તેમને દાખલ રાખવામાં આવ્યા હતા. ગુલાબ હેદરને પ્રતિબંધિત વોર્ડમાં દાખલ કરાયા બાદ પરિવારને મળવા દેવામાં પણ આવતા ન હતા અને માત્ર મોબાઈલ વીડિયો કોલીંગથી વાત કરી ગુલાબ હેદર પરિવારને જોઈ શકતા હતા.

ફેફસા ખરાબ થઈ ગયા છે અને કફ થઈ ગયો છે એટલે ગળામાં કાણું પાડી કફ કાઢ્યા છે એમ ડોક્ટર કહેતા હતા અને 14 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખ્યા હતા. જોકે ગત શનિવારના રોજ રજા અપાઈ હતી જોકે હોસ્પિટલ ખાતે 13થી 30 મે સુધીમાં 10 એક્સ રે, 20 લેબોરેટરી રિપોર્ટ, 2-3 સિટી સ્કેન સહિત 65 બિલ બનાવ્યા હતા.જેમાં 4.22 લાખનું દવાનું બિલ અને 8.01 લાખનું હોસ્પિટલનું બનાવી આપ્યું હતું અંદાજીત 12.23 લાખનું બિલ ચૂકવ્યા બાદ તબીબો દ્વારા રજા તો આપી દેવામાં આવી પણ આજે પોતાના પગ પર ચાલી શકતા નથી

પરિવાર આક્ષેપ છે કે હોસ્પિટલ ના તબીબો દ્વારાપરિવારને ડરાવી 14મીની સવારે વેન્ટીલેટર પર મૂકી દીધા હતા અને ન્યુમોનિયા હોવાનું કહ્યું હતું. ગુલાબ હેદર 5 ભાઈઓમાં સૌથી તંદુરસ્ત હતા. આજે અશક્ત થઈ ગયા છે.

24 દિવસ કોરોનાની સારવાર કરાવી પણ અશક્ત થઈને ઘરે પહોંચ્યા છે. ઘરે આવ્યા બાદ મોઢાથી જ ખાય રહ્યા છે. ચાલતા ચાલતા ગયા હતા આજે પગ પણ કામ કરતા નથી.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *