સુરતમાં પોલીસ દ્વારા માસ્ક ના પહેરેલા લોકોને દંડ આપવાની જગ્યાએ માસ્ક આપવાની જાહેરાતનો 24 કલાકમાં જ ફિયાસ્કો થયો છે. રાજ્યના પોલીસ કમિશનર અજય તોમરે કહ્યુ કે, માસ્ક મામલે કોઇ સમજૂતિ કરવામાં નહી આવે, માસ્ક નહીં પહેરે તેને દંડ તો ફટકારવામાં જ આવશે.
સુરત પોલીસ કમિશનર અજય તોમરે કહ્યુ, “કોઇ નાગરિક માસ્ક નહી પહેરે તો તેને દંડ થશે. મૂળ સંદેશ એ છે કે, બધા લોકો માસ્ક પહેરતા શરૂ થાય અને બધા લોકો માસ્ક પહેરશે તો દંડ કરવાની જરૂર રહેતી નથી. મારી દરેક નાગરિકને વિનંતી છે, ખાસ સૂચન છે કે કોરોના સામેની આ લડાઇમાં માસ્ક પહેરવુ જરૂરી છે. માસ્ક સાથે કોઇ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ, સમજૂતિ ના કરો, તમામ નાગરિક માસ્ક લગાડીને રાખશે, સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરશે અને સેનેટાઇઝરથી હાથ ધોતા રહેશે તો મને પૂર્ણ વિશ્વાસ છે કે કોરોના સામે આપણે વિજય મેળવીશું.”
મહત્વપૂર્ણ છે કે આ પહેલા સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતા સુરત પોલીસ કમિશનરે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સીઆર પાટિલ, સુરત મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય લોકો સાથે સંકલન કરી દંડ નહિ માસ્ક પહેરોની નીતિ અમલીકરણમાં મુકી હતી.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…