સુરત : કોરોના બેકાબૂ થતા CM રૂપાણી સુરતની મુલાકાતે..

સુરતમાં કોરોનાના કેસ છેલ્લા 15 દિવસથી વધારે આવી રહ્યા છે. ગકઈકાલે રેકોર્ડબ્રેક 248 કેસ પોઝિટિવ આવ્યા. શહેર ઉપરાંત જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. હીરા માર્કેટ અને હીરાના કારખાનાઓમાં કોરોના વકરતા તેને બંધ કરવાની નોબત આવી.

ગાંધીનગરથી કોરોના મેનેજમેન્ટમાં ગોથું ખવાઈ ગયું હોય તેવું જણાતા પહેલાં જયંતિ રવિ દોડ્યા પરંતુ મામલો હાથ બહાર નીકળતો જણાતા રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ કમાન સંભાળી.

સુરતને કોરોનાથી બચાવા માટે રૂપાણી આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અધિકારીઓનો રસાલો લઈ સુરત પહોંચી ગયા છે.સુરતમાં આજે સીએમ રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલ સાથે જયંતિ રવિ, સીએમના અગ્ર સચિવ કૈલાષનાથન સહિતના અધિકારીઓ છે. સીએમ આજે સુરતમાં તબીબો, અધિકારીઓ, જનપ્રતિનિધીઓ સાથે બેઠકો યોજાશે.

સુરત આગામી સમયમાં લૉકડાઉન તરફ ધકેલાય તેવી પણ વકી છે.સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે ગઈકાલે સાંજે વધુ 248 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે.

છેલ્લા ચાર દિવસથી સુરતમાં 200 થી વધુ કેસો સુરતમાં આવી રહ્યા છે, અને કતારગામ અને વરાછામાં તો કેસો ગંભીર રીતે વધી રહ્યા છે. જેને લઇને મુખ્ય મંત્રી વિજય રૂપાણી સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણ ને પગલે ત્યાંની આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા અને જિલ્લા તંત્રની સજજતાનો ચિતાર મેળવવા આવતી કાલે શનિવારે 4 જુલાઈએ સવારે સુરત દોડી આવશે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.