સુરત હીરાબજારમાં હીરા દલાલના ખિસ્સામાંથી રૂ. 42 હજાર ભરેલા પર્સની ચોરી… જુઓ લાઈવ CCTV વીડિયો…

સુરત શહેરના મહિધરપુરા હીરાબજારના એક હીરા દલાલનું બે મોપેડ સવાર ચાર અજાણ્યા ઇસમોએ રૂપિયા 42 હજાર ભરેલું પર્સ ખિસ્સામાંથી કાઢી ભાગી ગયા હતા. હીરા દલાલ બળવંત ભાઈએ કહ્યું હતું કે, વાતોમાં ભોળવી બન્ને બાઇક સવારોએ બાઈક વચ્ચે ઉસાવી ફિલ્મી ઢબે પર્સની ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવ બાદ મહિધરપુરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર ઘટના બાજુના દુકાનદારના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જુઓ લાઈવ ચોરીનો CCTV વીડિયો…

હીરાદલાલ બળવંતભાઇ પટેલે જણાવ્યું હતું કે તેઓ અડાજણ પાલ રોડ પર એલપી સવાણી સ્કૂલની બાજુમાં સમ્રાટ કેમ્પસમાં રહે છે અને મહિધરપુરમાં હીરા દલાલીનો વ્યવસાય કરે છે. ગત 23 જુલાઈના રોજ કામ અર્થે મહિધરપુરા હીરા બજારમાં ગયો હતો. સાંજે 5:15થી 5:45 વાગ્યાના સમયગાળા દરમિયાન તેઓ હિરાબજાર એલબી રસ્તાથી અમિષા ચાર રસ્તા પાસે ઉભા હતા.

ત્યારે એક સફેદ કલરની એક્ટિવા પર બે ઇસમો તેની પાસે આવ્યા હતા. તેમણે જાણી જોઈને રસ્તા વચ્ચે એક્ટિવા ઉભી રાખી હતી. આજ સમયે બીજી એક ગ્રે કલર જેવા મોપેડ પર એક કાળા કલર જેવુ ટી-શર્ટ તથા સફેદ પેંટ પહેરેલ જે પણ આશરે 25 વર્ષની ઉંમરનો અજાણ્યા ઇસમો આવી તેની બીજી બાજુ ઉભા રહી બંને બાઈકની વચ્ચે મને ફસાવી દીધો હતો.

ત્યારબાદ બંને બાજુથી તેમની સાથે વાતચીત કરી નજર ચૂકવી તેના ખિસ્સામાં રહેલા રોકડા રૂપિયા 42500 રૂપિયા ભરેલું પર્સ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે બાદમાં મને જાણ થતા તેમણે આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.