સુરત : કોરોના નો હાહાકાર !! અનલોક 1 આવતાની સાથે જ સુરતમાં કોરોનાના દર્દીમાં વધારો..

સુરતના લોકો થઈ જાવ સાવધાન કારણ કે અનલોક 1 આવતાની સાથે જ સુરતમાં જે રીતે કોરોનાના દર્દી વધી રહ્યા છે તેને લઇને સુરતને અમદાવાદ બનતા વાર નહીં લાગે ત્યારે ક્યાં કોરોના છે અને કોની ભૂલના લીધે સુરતમાં કોરોનાના દર્દી વધી રહ્યા છે.

કોરોના વાઇરસનું સંક્ર્મણ અટકાવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું જોકે લોકડાઉન વચ્ચે સુરત માં દર્દી સંખ્યા 30 થી લઈને 40 જેટલી આવતી હતી.  પણ જયારે અનલોક વન આવતાની સાથે તમામ વસ્તુમાં છૂટછાટ સરકાર દ્વારા આપતાની સાથે જાણે સુરત માં કોરોના દર્દી નો વિસ્ફોટ થયો હોય તેવી પરીસ્થિતિનું નિર્માણ થયું છે.

સતત છેલ્લા 10 દિવસથી દર્દીની સંખ્યા સતત વધી રહી છે.પહેલાં લીબાયત વિસ્તારમાં સતત કેસ વધી રહ્યા હતા જોકે હાલમાં કતારગામ કોરોના માટે હોટસ્પોટ બન્યું છે ત્યારે ગતરોજ પણ મનપા ટિમ દ્વારા આ વિસ્તારમાં આવેલા હીરાના યુનિટો માં જઈને ચેકિંગ કરવામાં આવ્યુ છે અને ડંડ સાથે સિલિંગ ની પણ કામગીરી કરવામાં આવી છે.

જોકે આ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સિવિલ ખાતે 500 બેડ સાથે સ્મીમેર મલ્ટીલેવલ પાર્કિગ 500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથેસાથે કેટલીક ખાનગી  હોસ્પિટલ સાથે ટાઈપ કરવા સાથે સરસાણા ખાતે આવેલ ડોમમાં આગામી દિવસ 500 બેડની હોસ્પિટલ જરૂર પડેતો ઉભી કરવાની તૈયારી કરવામાં આવી છે.

ત્યારે તંત્ર તો સજાગ છે પણ લોકોએ આ મહામારી થી બચવું હોય તો તેમને સરકાર દ્વારા આપવામાં આવેલી ગાડલાઇન છે તેનું પાલન અચૂક પાને કરવું પડશે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.