સુરત : કોરોનાએ મચાવ્યો હાહાકાર, આજે વધુ 176 કેસ નોંધાયા તેમજ 5 દર્દીના મોત..

સુરતમાં આજે વધુ 176 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો. સુરતમાં જયારે ગ્રામીણ વિસ્તારમાં 22 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 3589 પર પહોંચી છે, જયારે આજે 5 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 137 પર પહોંચ્યો છે, તેવામાં આજે 70 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 176 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 154 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 3267 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 22 કેસ સાથે દર્દી સંખ્યા 322 પર પહોંચી છે.કુલ દર્દી સંખ્યા 3589 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 5 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 137 થયો છે. જેમાંથી 5 મૃત્યુ જિલ્લાના છે અને 132 મોત શહેર વિસ્તારના છે.

આજે શહેરમાંથી 65 જ્યારે જિલ્લામાં આજે 5 દર્દીને રજા આપતા, કુલ 70 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2379 થઈ છે. જેમાંથી જિલ્લાના 201 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.તેમજ આજે સેન્ટ્રલ ઝોન 16, વરાછા એ ઝોનમાં 19. વરાછા બી 15 રાંદેર ઝોન 13, કતારગામ ઝોનમાં 44, લીબાયત ઝોનમાં 25, ઉધના ઝોનમાં 11 અને અથવા ઝોનમાં 7 કેસ નોંધાયા.જોકે જિલ્લામાં ચોર્યાસી 2, ઓલપાડ 5, કામરેજ 14, અને માંડવી 1 કેસ નોંધાતા કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા સતત કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે.

થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.સુપર સ્પેડર બનેલા રત્ન કલાકારોમાં કોરોના વધુના વકરે તે માટે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા એક અઠવાડિયા માટે ડાયમંડની તમામ ફેકટરીઓ, ઓફિસો, અને બજાર બંધ રાખવા વિચારણા, આવતીકાલે નિર્ણય લેવામાં આવશે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.