સુરતમાં ભાજપનો દાવ ‘આપ’ સામે થયો ઊંધો!! ભાજપે માંગી માફી..!! જાણો કારણ…

ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે તે જોઈને ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને નીચે પાડવાના પ્રયાસો કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, સુરત મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા પોતાના ફેસબુક અકાઉન્ટ પર આપના સુરત ગોપીપુરાના કાર્યાલયમાં એક વ્યક્તિ સુતો હોય તેવો ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો અને તેમાં લખવામાં આવ્યું હતું કે, ગોપીપુરા કાજીના મેદાન પાસે નવનિયુક્ત ખુલેલા AAPના કાર્યાલય પર 6:45 પછીનો નજારો.

પણ જ્યારે આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા તપાસ કરવામાં આવી તે સમયે જાણવા મળ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં ઘૂસીને સુઈ જનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સુરતનો ભાજપનો સક્રિય કાર્યકર્તા છે.

આ બાબતે આમ આદમી પાર્ટી સુરતના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી હતી કે, ભાજપ દ્વારા સેન્ટ્રલ ઝોનના વોર્ડ નંબર 13ના આમ આદમી પાર્ટી કાર્યાલય બાબતમાં અફવા ફેલાવવામાં આવી. આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીની પોલીસ કાર્યવાહીથી ભાજપની કરતૂત ખુલ્લી પડી જવાનો ડર લાગતા માફી પત્ર મોકલી આપવામાં આવ્યું હતું.

આ માફી પત્રમાં લખવામાં આવ્યું છે કે, 25 જૂન શુક્રવારના રોજ ભાજપના સક્રિય કાર્યકર્તા હિમાંશુ મહેતા ગોપીપુરામાં આમ આદમી પાર્ટીના સેન્ટ્રલ ઝોન સુરતના જનસંપર્ક કાર્યાલયમાં સાંજના સમયે જઈને સુતેલા હતા. તે સમયે તેમના ફોટા ભાજપના સક્રિય કાર્યકર્તા અને સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 21ના બુથ પ્રમુખ પ્રશાંત બારોટે સાંજના 7:16 વાગ્યાના સમયે પાડીને ભાજપના સક્રિય કાર્યકર્તા જયરાજ સાહુકારને વોટ્સએપમાં મોકલ્યા હતા.

ત્યારબાદ આ ફોટા જયરાજ સાહુકાર દ્વારા સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 13ના કોર્પોરેટર સંજય દલાલને મોકલી વોટ્સએપ પર ફોરવર્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ફોટાના અર્થનો અનર્થ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા. જેના લીધે સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીની ગોપીપુરા સુરતમાં આવેલી કાર્યાલયની ખૂબ બદનામી કરવામાં આવી હતી.

આ બાબતે હું ભાજપના સક્રિય કાર્યકર્તા અને સુરત વોર્ડ નંબર 21નો બુથ પ્રમુખ પ્રશાંત બારોટ અને સક્રિય કાર્યકર્તા જયરાજ સાહુકાર દિલગીર છીએ અને આ બાબતે આમ આદમી પાર્ટીની લેખિતમાં માફી માંગીએ છીએ. અને વોર્ડ નંબર 13ના બુથ પ્રમુખ નિશાંત કેરીવાલાની સાક્ષીમાં બાંહેધરી આપીએ છીએ કે, હવે પછી અમારા દ્વારા આવી કોઈ પણ ખોટી હરકત થશે નહીં થશે. જેના કારણે આપની કે, આપના રાજકીય પક્ષની ખોટી બદનામી થાય.

તેમાં વધુમાં લખ્યું કે, આ માફીનામાં ને સોશિઅલ મીડિયા તેમજ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં પણ મુકીશું, જેથી લોકોને જાણકારી મળે કે આ ફોટામાં ઉપજાવેલી બાબત ખોટી હતી.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *