સુરત : આજે વધુ 67 કોરોનાના નવા કેસ નોંધાયા તેમજ 3 દર્દીના મોત..

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 67 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 53 જયારે ગ્રામીણ વિસ્તારમાં 14 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 2745 પર પહોંચી છે.

જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 102 પર પહોંચ્યો છે, તેવામાં આજે 93 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1839 થઈ છે.

સુરતમાં આજે સેન્ટ્રલ ઝોન 4, વરાછા એ ઝોનમાં 5, વરાછા બી 4 રાંદેર ઝોન 1, કતારગામ ઝોનમાં 23, લીબાયત ઝોનમાં 8, ઉધના ઝોનમાં 6 અને અથવા ઝોનમાં 2 કેસ નોંધાયા.

જોકે કતારગામ ઝોનમાં ગતરોજ જેટલા દર્દી નોંધાયા હતા, એટલા દર્દી આજે પણ નોંધાયા છે. ત્યારે તંત્ર દ્વારા સતત લોકોને સૂચના આપવા છતાંય લોકો ગાઈડ લાઇનનું પાલન નથી કરતા જેને લઈએં તંત્ર દ્વારા આગામી દિવસ ગાઈડ લાઇન ને લઈએં લાલ આંખ કરવામાં આવે તેવું લાગી રહ્યુ છે.

છેલ્લા 10 દિવસથી સતત સુરતમાં દર્દી સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.જ્યારે આજે સુરત ગ્રામ્ય વિસ્તારમાં ચોયાસી 4, ઓલપાડ 4, કામરેજ 5 માંગરોળ 1 કેસ મળી આવ્યા છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *