સુરત : મનપાની એક ટીમ દબાણ હટાવવા ગઈ હતી તેના પર એસિડ હુમલો..

કોરોના વાયરસને લઈને લાંબા સમય બાદ લૉકડાઉનમાં છૂટ આપવામાં આવતા તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઈન અમલ થાય તે માટે અને ખાસ કરીને મજુરા ગેટ વિસ્તારમાં દબાણની ફરિયાદ હોવાને લઇને આજે મનપાની એક ટીમ દબાણ હટાવવા ગઈ હતી ત્યારે દબાણ કરતા દુકાનદાર દ્વારા મનપાની ટીમ સાથે બબાલ કરી હાથાપાઇ કરી હતી.

દુકાનદાર દ્વારા મનપા ટીમ પર એસિડ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે એસિડ સામાન્ય હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી.કોરોના વાયરસને લઈને લૉકડાઉન ગાઈડલાઈન પ્રમાણે ખોલવામાં આવી છે ત્યારે લોકો અને ખાસ કરીને દુકાનદાર ગાઈડલાઈન અમલ કરે છે કે કેમ તે ચેક કરવા સાથે છેલ્લા લાંબા સમય દબાણ ફરિયાદ આવતી હોવાને લઇને આજે મનપા ની ટીમ મજૂરા ગેટ ફાયર સ્ટેશન વિસ્તારમાં ઉમિયા નગર સોસાયટી નજીક આવેલ આરતી ટ્રેડર્સ નામની દુકાનના દબાણને લઈને 7થી 8 વાર પાલિકામાં અરજી કરી હતી.

સોસાયટીમાં જે દુકાનોએ દબાણ કર્યું હતું તેની આજે પાલિકાની ટીમ આ સ્થળે દબાણ દૂર કરવા પહોંચી હતી. ત્યારે આરતી ટ્રેડર્સ દુકાનના માલિક આત્મારામ ઓમ પ્રકાશ અરોરા સાથે પાલિકાના કર્મચારીઓ સાથે બોલાચાલી થઇ તે બાદ ઝપાઝપી થઈ હતી.આવેશમાં આવેલા દુકાન માલિક ઓમ પ્રકાશ અરોરાએ પાલિકાના 5 થી 6 કર્મચારીઓ ઉપર એસિડ ફેંક્યું હતું. જેમાં એક મહિલા પણ હતી.

જોકે, એસિડ નોર્મલ હોવાથી કોઈ મોટી ઈજા થઈ નથી, મનપા ટીમ બચી ગઈ હતી. આ પછી પાલિકાની ટીમે ખટોદરા પોલીસને જાણ કરતા હાલ ખટોદરા પોલીસ બનાવ વાળા સ્થળ પર પહોંચી ને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. આ મામલે ગુનો નોંધી દુકાન માલિકની પોલીસે અટકાયત કરી છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *