સુરત : ગૂગલ પે માટે ફિલ્ડવર્કનું કામ કરતાં લગભગ 160 વ્યક્તિઓને છૂટા કરતા કર્મચારીઓએ ક્લેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી..

કોરોના વાયરસ લઇને લોકડાઉન વચ્ચે ગૂગલ પે માટે ફિલ્ડવર્કનું કામ કરતાં લગભગ 160 વ્યક્તિઓને ફેબ્રુઆરીનો પગાર પેનલ્ટીના નામે કપાત સાથે અપાયો જ્યારે માર્ચ મહિનાનો પગાર ન આપવામાં આવ્યો અને છૂટા કરી દેવામાં આવ્યાં છે.

જેથી કર્મચારીઓના પરિવારના ભરણ પોષણનો સવાલ ઉભા થયો છે. આથી એકઠા થયેલા કર્મચારીઓએ ક્લેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.કોરોના વાયરસ લઇને લોકડાઉનના લાંબા સમય ચાલતા લોકોની હાલત દિવસે દિવસે બગડી રહી છે. ત્યારે સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલા ગેલેક્સી સર્કલ પર સિલ્વર પોઈન્ટમાં ગૂગલ પે ફોર બિઝનેસ નામની ઓફિસ આવેલી છે. ગૂગલ પે માટે ફિલ્ડવર્કનું કામ કરતાં લગભગ 160 વ્યક્તિઓને ફેબ્રુઆરીનો પગાર પેનલ્ટીના નામે કાપી લેવામાં આવી છે તે ઉપરાંત  માર્ચ મહિનાનો પગાર ન આપવામાં આવ્યો અને છૂટ કરી દેવામાં આવ્યાં છે.

જેથી કર્મચારીઓના પરિવારના ભરણ પોષણનો સવાલ ઉભા થયો છે કર્મચારીઓને ન છૂટા કરવા જણાવ્યું છે. જ્યારે અમને નોકરીમાંથી કોઈ જ કારણ વગર છૂટા કરી દેવામાં આવ્યાછે.

અગાઉ કોઈ જાણ પણ કરવામાં આવી નથી. ફેબ્રુઆરીમાં પગાર કાપ કરીને 50 ટકા જેટલા રૂપિયા આપ્યા છે. જ્યારે માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં એકપણ રૂપિયો ચુકવવામાં આવ્યો નથી.

પગાર અંગે ઉપરી અધિકારીઓ સાથે માંગ કરતાં તેઓ પણ યોગ્ય જવાબ આપતા નહી મેઈલમાં પણ યોગ્ય જવાબ મળ્યો નહીં. યોગ્ય રિસ્પોન્સ ન મળતાં આવેદનપત્ર આપીને યોગ્ય રસ્તો કરવા તથા પરિવારના ગુજરાનનો સવાલ હોય ઝડપથી કાર્યવાહી કરવાની માંગ કર્મચારીઓેએ કલેક્ટર સમક્ષ કરી છે.તે ઉપરાંત એકઠા થયેલા કર્મચારીઓએ ક્લેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. સાથે જ કર્મચારીઓએ બાકી નીકળતા રૂપિયા અને એડજેસ્ટમેન્ટ અંગે બાકી નીકળતા નાણા વહેલી તકે આપવામાં આવે તેવી માંગ કરી છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.