સુરતઃ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરનો ઓન ડ્યૂટી મોબાઇલમાં ગેમ રમતા વિડીયો થયો વાયરલ..

હાલમાં સુરત શહેરમાં સતત કેસમાં વધારો નોધાય રહ્યો છે. ત્યારે સુરતમાં સિવિલમાં બેડ વધારવા માટેની જાહેરાત હાલમાં જ આરોગ્ય સચીવ જયંતી રવિએ કરી હતી. આજે પણ આરોગ્ય સચિવ સુરતમાં જ છે.

નવી સિવિલ હોસ્પિટલ કાયમ વિવાદમાં ધેરાયેલી રહે છે. હાલમાં પણ કોરોનાની મહામારી વચ્ચે નવી સિવિલ હોસ્પિટલમાં પોઝેટિવ દર્દીઓની સારવાર, વ્યવસ્થાને લઇને અનેક પ્રશ્નો ઉદભવ્યા હતા.

પરંતુ સરકારી હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા અને સુરતમાં કોરોનાના સંક્રમણના કેસો ધટે તે માટે રાજયના આરોગ્ય સચીવ જયંતી રવિ ચાર દિવસથી સુરતમાં ધામા નાખીને બેઠા છે.

ત્યારે નવી સિવિલ હોસ્પિલના ટ્રોમા સેન્ટરના એક ડોકટરોનો વીડિયો વાયરલ થયો છે. આ ડોકટર ડ્યૂટી ટાઇમ પર આરામથી ટેબલ પર પગ મુકીને મોબાઇલમાં ગેમ રમી રહ્યા છે.વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ છે કે મેડીકલ ઓફિસર ડો એમ સી ચૈહાણ પોતાના ડ્યૂટી ટાઇમમાં કેબીનમાં ટેબલ પર પગ રાખી આરામથી મોબાઇલમાં ગેમ રમી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે,હાલામાં ડો. ચૌહાણને એમએલસી અને પોસ્ટમોર્ટમની ડ્યૂટી આપવામાં આવી છે. અગાઉ પણ આ ડોકટર દર્દી ઓ સાથે અને પોલિસ સાથે ઘર્ષણમાં આવી ચુકયા છે. હાલમાં સોશીયલ મિડિયામાં આ વીડિયોને લઇને લોકો સિવિલના કારભારને લઇને અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.