સુરતમાં કોરોના વાયરસના નવા 36 કેસ નોંંધાયા છે. સુરત શહેર અને જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 1442 કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં થયેલી 1 મોત સાથે કુલ મૃત્યુઆંક 64 પર પહોંચ્યો છે.
સુરતમાં કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર એ છે કે શહેર અને જિલ્લામાંથી આજે 37 દર્દી સાજા થઈને ઘરે ગયા છે. આમ સુરતમાં ધીરે ધીરે કોરોના વાયરસના દર્દીઓ સાજા થઈ રહ્યા છે.
સુરતમાં છેલ્લા 24 કલાકમાં શહેરી વિસ્તારની હદમાં કોરોના વાયરસના 35 કેસ નોંધાયા છે જ્યારે જિલ્લામાં 1 કેસ નવો નોંધાયો છે. આ કેસ મળીને પોજિટિવ કેસનો આંકડો 1442 પર પહોંચ્યો છે જ્યારે એક દર્દીનું કોરોના વાયરસના કારણે અવસાન થયું છે. દરમિયાન શહેરમાંથી અને જિલ્લામાંથી 37 દર્દીઓ સાજા થઈને પરત પણ ફર્યા છે.
સુરતમાં છેલ્લા 24 કલાકમાં શહેરી વિસ્તારમાંથી 31 અને રૂરલના 6 દર્દી મળીને કુલ 37 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે.શહેરમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરગથ્થુ ઇલાજાની સાથે તંત્ર દ્વારા હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્નાં છે. એપીએક્સ સર્વે દરમિયાન જ ટીમ દ્વારા ડોર ટૂ ડોર દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્નાં છે.
તેમજ આઇસીએમઆરની ગાઇડલાઇન મુજબ પોઝિટિવ દરદીઓના સંપર્કમાં આવેલા હાઇરિસ્ક કોન્ટેક્ટોને એચસીક્યૂ ટેબલેટ ડોક્ટરોના પરિક્ષણ બાદ આપવામાં આવી રહી છે.સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી દેશમાં કોરોના સંક્રમણ અંગે જાણકારી આપી છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે કોરોનાના 60,490 દર્દીને સારું થઈ ગયુ છે. દેશમાં રિકવરી રેટમાં સતત સુધારો થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં તે 41.61 ટકા છે. 1લી મેના રોજ તે 25.37 ટકા હતો. મૃત્યુ દર પણ ભારતમાં વિશ્વના અન્ય દેશોની તુલનામાં સૌથી ઓછો છે.