15જૂન થી ડિજિટલ માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે..

ગઇકાલે શનિવારે જ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્કૂલોને સપ્ટેમ્બર માસ સુધી ફી ભરવા દબાણ નહી કરવા અને વાલીઓ માસિક ફી આપે તે સ્વીકારવા વિધીવત જાહેરાત કરી છે. સાથે સાથે એમ પણ જણાવ્યુ છે કે રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી સ્કૂલો અને કોલેજે બંધ રહેશે.

આમ જૂઓ તો ગત આઠમી જૂનથી જ શાળાઓ શરુ થઇ ચૂકી છે એટલેકે શાળાના શિક્ષકો, આચાર્ય અન્ય સ્ટાફને બોલાવવાની શરુઆત થઇ ચૂકી છે. પરંતુ, વિદ્યાર્થીઓને કયારે બોલાવવા તે મુદ્દે રાજ્ય સરકારની લીલી ઝંડીની રાહ જોવાઇ રહી હતી.

હવે આગામી 15 ઓગસ્ટ સુધી શાળા બંધ રાખવાની જાહેરાત થઇ ચૂકી છે ત્યારે આવતીકાલ સોમવારથી ધોરણ 3થી 12 માટે ઇ લર્નિગની શરુઆત થવા જઇ રહી છે.

આવતીકાલથી ડિજિટલ માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે. ડીડી ગિરનાર અને બાયસેગ દ્વારા વંદે માતરમ ચેનલ દ્વારા ધો. 3થી12ના વિદ્યાર્થીઓ્ને શિક્ષણ અપાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી 15 જૂને સવારે 8 કલાકે ડીડી ગિરનાર પર ‘હોમ લર્નીગ કાર્યક્રમ’ની શરૂઆત કરાવશે. જે વિદ્યાર્થીઓ પાસે ડિજિટલની સુવિધા નથી. તેમને સાહિત્ય ઘરે પહોંચાડવામાં આવશે. દરેક સ્કૂલમાં 35 વિદ્યાર્થીના ક્લસ્ટર બનાવ્યા છે. જેને શિક્ષકો દરરોજ ફોન કરીને પૂછશે.

શાળાઓ માટે હાલતો સરકારે સ્થિતિ સાફ કરી દીધી છે. સપ્ટેમ્બર સુધી ફી માટે દબાણ નહીં કરવા, પાઠ્યપુસ્તક કે અન્ય સાહિત્ય, ટ્રાન્સપોર્ટેશન, યુનિફોર્મ માટે સ્કૂલો ને દબાણ નહીં કરવા ટ્યૂશન ફી સિવાય કોઈ ખર્ચની માગણી નહીં કરવા હાલતો શિક્ષણ વિભાગે શાળાઓને સૂચના આપી છે.

તેમજ જો આવી કરતા ઝડપાશે તો તેમની સામે પગલા લેવાની ચીમકી સાથે વાલીઓને નચિંત રહેવાની જાહેરાત કરી છે. પરંતુ, આ જાહેરાતોથી વાલીઓને સંતોષ નથી જણાઇ રહ્યો. આજે સોશિયલ મીડિયામાં આ જાહેરાતોનો વાલીઓ મજાક ઉડાવી રહ્યા છે. અને ભૂપેન્દ્ર સિંહ લોલીપોપ વહેચવાને બદલે એક સત્રની ફી માફીની જાહેરાત કરે તેમ વાલીઓ ઇચ્છી રહ્યા છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.