સુરતમાં ગઈ કાલે જે કેજરીવાલ નો રોડ શો યોજાયો હતો તેમાં ત્યારે જે પણ સલામતી ની જવાબદારી અને અન્ય બધું આયોજન જે યુવાનો એ સભાળ્યું હતું તેમાં આમ આદમી પાર્ટી ની વિધાથી પાંખ CYSS એ સંભાળી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ જી ના સુરત રોડ શો માટે CYSS સુરતના વિદ્યાર્થીઓને CM CORDEN તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.
તમામ વીધાથીઓ એ માનગઢ ચોકથી તક્ષશિલા સુધી મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીના ની સાથે ચાલયા હતા છેક સુધી તમામ વીધાથીઓ પોતાની જવાબદારી નીભાવી હતી.

સુરતના માનગઢ ચોકથી મેગા રોડ શોથી પ્રારંભ કર્યો છે. આ સમયે તેમણે કેમ છો કહીને સંબોધનની શરૂ કરી હતી. તેમજ સુરતના લોકોનો આભાર માન્ય હતો. તેમણે રોડ શો પહેલા ભારત માતા કી જયના ના લગાવ્યા હતા.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. રોડ પર જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો નજર આવી રહ્યા છે. નોંધનીય છે કે, સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો પર વિજય મળ્યો છે. ત્યારે આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સવારથી સુરત આવી પહોંચ્યા છે. તેમણે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ 27 કોર્પોરેટરનો માર્ગદર્શન પૂરું પાડ્યું હતું