ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ લાઇવ જાહેર થઈ ગયું છે. બોર્ડ દ્વારા બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
ધોરણ 12નું પરિણામ 76.29% જાહેર થયું છે.વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર પોતાનો સીટ નંબર એન્ટર કરીને પરિણામ જોઈ શકશે.
5.27 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી.જેમાંથી અંદાજે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ ઓનલાઇન રિઝલ્ટ બોર્ડની વેબસાઇટ પર જોઇ શકશે. બોર્ડે રિઝલ્ટ ઓનલાઇન સમય સવારના 8 વાગ્યાનો જાહેર કર્યો છે.
રેગ્યુલર 3.74 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા હતા, જ્યારે કે 79 હજાર વિદ્યાર્થીઓ રીપિટર તરીકે રજિસ્ટર્ડ થયા હતા.ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં રાજ્યમાંથી સૌથી વધુ વિદ્યાર્થી સુરત જિલ્લામાંથી નોંધાયા હતા. સુરત શહેરમાંથી 52 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી.
હાલમાં માત્ર ઓનલાઇન પરિણામ મળશે, શાળાઓએ પ્રમાણ પત્રો આવતા વાર લાગશે. વિદ્યાર્થીઓને શાળા દ્વારા જાણ કરવામાં આવશે. આગામી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની માહિતી પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.
બોર્ડની પરીક્ષામાં કુલ 3,71, 771 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી 2,83,624 વિદ્યાર્થીઓ પાસ થયા છે. નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી 76.29% છે.
બનાસકાંઠાના સોનીનું સૌથી વધુ 97.76% પરિણામ આવ્યું છે, જ્યારે ગીર સોમનાથ ના ડોળાસા નું સૌથી ઓછું 30.12% પરિણામ આવ્યું છે.