શ્રીલંકાના pm રાજપક્ષે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ વિશે જણાવતા કહ્યું કે અમે આ મામલે પોતાને દૂર જ રાખવા માંગે છે..

શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે ભારત અને ચીન ની વચ્ચે ચાલી રહેલા વિવાદમાં શ્રીલંકા કોઈનો પક્ષ નથી લેતું અને પોતાને તેનાથી દૂર જ રાખશે. રાજપક્ષેએ કહ્યું કે બંને દેશો સાથે તેમના સારા સંબંધ છે, તેથી તેઓ આ મામલે પોતાને દૂર જ રાખવા માંગે છે. તમિલ આંદોલન પર રાજપક્ષેએ કહ્યું કે લોકોએ સમજવું જોઈએ કે અલગ દેશ બનાવવાનો વિકલ્પ યોગ્ય નથી.

રાજપક્ષેએ ઈસ્લામિક કે તમિલ કોઈ પણ પ્રકારના આતંકવાદ પર કડક કાર્યવાહી કરવાની પણ વાત કહી.શ્રીલંકાના ચીન સાથેના સંબંધો વિશેના એક સવાલના જવાબમાં રાજપક્ષેએ કહ્યું કે, શ્રીલંકા Non-aligned foreign policyને જ અમલમાં લાવવાનું ચાલુ રાખશે.

તેમણે વધુ જણાવતા કહ્યું કે,ચીન અને ભારત બંને અમારા નિકટતમ મિત્રો છે. શ્રી જવાહરલાલ નહેરુ અને ચીની પ્રીમિયર ઝોઉ એનલાઇએ પંચશીલ સિદ્ધાંતોને આગળ વધાર્યા હતા જેમાં- ક્ષેત્રીય અખંડતા, સંપ્રભુતા, બિન-આક્રમક નીતિ, એક-બીજાના અંગત મામલાઓમાં હસ્તક્ષેપ ન કરવો, સમાનતા અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ જેવા મૂલ્ય સામેલ છે. શ્રીલંકા હાલ પણ આ સિદ્ધાંતો પર વિશ્વાસ મૂકે છે અને ભવિષ્યમાં પણ તે મુજબ વિદેશ નીતિ ચાલુ રાખશે.

તેમજ તમિલ સમસ્યાથી જોડાયેલા સવાલના જવાબમાં રાજપક્ષેએ કહ્યું કે, તમિલ નેતાઓની સાથે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. તેમને સમજવું પડશે કે આ શક્ય નથી. આ દેશમાં તે લોકોએ અલગ તમિલ દેશની માંગના આધારે ઘણા લાંબા સમય સુધી રાજકારણ કરી લીધું છે. આ એક વ્યવહારીક પ્રસ્તાવ નથી. મોટાભાગના તમિલ ઉત્તર અને પૂર્વની બહાર રહે છે. પૂર્વમાં તમિલ અને લઘુમતી મુસ્લિમ વસ્તી રહે છે. કોલંબો શહેરની મોટાભાગની વસ્તી તમિલ અને મુસ્લિમ છે. એવામાં શ્રીલંકાના નોર્થ-ઈસ્ટ વિસ્તારમાં એક તમિલ દેશની માંગ કરવી યોગ્ય નથી.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.