દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટીંગ, વલસાડમાં ૪, વાપી, ઉમરગામ, કપરાડામાં ૩- ૩ ઇંચ વરસાદ


વલસાડ જિલ્લામાં વરસાદની Rain ધમાકેદાર એન્ટ્રી થતાં આજરોજ 4 વાગ્યે 24 કલાક પૂર્ણ થતાં વલસાડમાં ૪.૨૪ ઈંચ, વાપીમાં Vapi ૩.૭૬ ઇંચ, ઉમરગામ ૩.૩૨ ઇંચ, કપરાડા ૩.૨૪ ઇંચ, પારડી ૨.૯૨ ઇંચ, ધરમપુરમાં ૧૮ મીમી જેટલો વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લામાં શનિવારે મોડી સાંજે પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં વલસાડમાં ૪.૨૪ ઇંચ વરસાદ વરસતા લોકોએ વરસાદમાં Rain ભીંજાવાની મજા માણી હતી.

વલસાડ મોગરાવાડી છીપવાડનું ગરનાળુ, સ્ટેડિયમ રોડ, એમ.જી.રોડ વલસાડપારડી હાલર ચાર રસ્તા, નનકવાડા તીથલરોડ, કસ્તુરબા હોસ્પિટલ પાસે તરીયાવાડ વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતાં. જેના કારણે વલસાડ Valsad પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી.

દમણ:Daman સંઘ પ્રદેશ દમણમાં વરસાદી વાતાવરણ સર્જાવા પામ્યું હતું અને ઠંડા પવનોના વાયરા વચ્ચે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જે બાદ અચાનક જોતજોતામાં વરસાદનાં ભારે ઝાપટા વરસવાના શરૂ થતા જ પ્રદેશનાં રસ્તાઓ પાણી પાણી થઈ જવા પામ્યા હતા. જ્યારે ખેતી લાયક જમીન પણ સંપૂર્ણ પણે ભીંજાય જતાં તેની માટીની આહલાદક સુગંધ વાતાવરણમાં પ્રસરી જવા પામી હતી. ત્યારે આખા જૂન મહિનામાં નહીવત વરસાદ વરસ્યા બાદ આખરે રવિવારનાં રોજ પણ ગુરૂપૂર્ણિમાંના દિવસે સવારથી જ વરસાદ મન મૂકીને વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

વાપી:Vapi વાપીમાં રવિવારના રોજ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. જો કે, સવારે સાડા દશેક વાગ્યાથી જોરદાર વરસાદ પડયો હતો અને અવિરત આશરે અઢી કલાક સુધી ચાલુ રહ્યો હતો. નોંધનીય છે કે, આ અઢી કલાક સુધી ચાલેલ વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયેલા હતાં. જો કે, અઢી કલાકના સમયગાળામાં વરસાદનું જોર કયારેક વધતું હતું તો કયારેક ધીમી ધારે પડયો હતો. વરસાદી માહોલને લઈ ધરતીપુત્રોમાં ખુશી વ્યાપી હતી અને ખેતીકામમાં જોતરાયા હતાં. તો બીજી તરફ વરસાદી માહોલ સર્જાવાને લઈ છત્રી-રેઈનકોટ સહિત પ્લાસ્ટીકના બજારોમાં ધીરે-ધીરે ઘરાકી નીકળેલી જોવા મળી હતી.

ઘેજ:Chikhli ચીખલી પંથકમાં દિવસ દરમ્યાન ૪૮ મી.મી. જેટલો સીઝનમાં પ્રથમ વખત નોંધપાત્ર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ સર્જાવા પામ્યો છે. સારા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા અસહ્ય ઉકળાટમાં લોકોને રાહત થવા પામી છે. શનિવારના રોજ સાંજના સમયે ધીમી ગતિએ શરૂઆત થયા બાદ રવિવારે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.