આજથી ગુજરાતમાં આટલા દિવસ ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. 23મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ધોધમારની વરસાદની આગાહી કરાઈ છે. જેમાં મધ્ય ગુજરાતમાં આફતનો વરસાદ થવાની આગાહી કરાઈ છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેર થવાની આગાહી છે. સૌરાષ્ટ્ર–કચ્છમાં પણ ભારે વરસાદ પડશે. 23 જુલાઈએ દરિયામાં એક લૉ – પ્રેશર સર્જાશે. જેના કારણે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં હાલ નદી, ડેમ, ચેકડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 23મી જુલાઈથી સતત ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ડાંગ અને ધરમપુરમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં વરસાદના કારણે 11 રસ્તા બંધ થયા હોવાના પણ અહેવાલ છે.

ગુજરાતભરમાં વરસાદની આગાહીને લઈ NDRFની ટીમો તાબડતોડ તૈનાત કરાઇ છે. હવામાન વિભાગની આગાહીના પગલે NDRFની ટીમો એલર્ટ પણ મુકવામાં આવી છે. રાજ્યમાં અલગ અલગ 8 જિલ્લામાં 8 ટીમો તૈનાત કરાઈ છે, જેમાં વલસાડ, નવસારી, સુરતમાં 1-1 ટીમ રહેશે. રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ ટીમ તૈનાત રહેશે. મોરબી અને કચ્છમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે આગામી સ્થિતિ આધારે અન્ય ટીમો મોકલવામાં આવશે.

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *