મનપાના તમામ પદાધિકારીઓ માટે મોંઘી ગાડી પણ ‘વેન્ટિલેટર’ લાવવા કચરા માટેનું વાહન..!! શું આજ છે વિકાસ ???

સુરત શહેરમાં અને જિલ્લામાં કોરોનાની ગંભીર સ્થિતિ સર્જાતા વેન્ટિલેટરની જરુરિયાત વધી છે ત્યારે રાજ્ય સરકારના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરત વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા. ઓક્સિજનની અછત પછી વેન્ટિલેટર મામલે મોટી બદરકારી સામે આવી રહી છે.

હવે વેન્ટિલેટરની હેરફેર દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં રાજ્યના આરોગ્ય વિભાગના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 9 વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા. સુરત મનપા તરફથી વેન્ટિલેટર લેવા માટે જે વાહન મોકલવામા આવ્યું હતું તેને લઈ સવાલો ઉઠ્યા છે. તેની સામે મનપામાં કચરો ઉપાડવા માટે જે ટેમ્પાનો ઉપયોગ કરવામા આવે છે તે ટેમ્પો વેન્ટિલેટર લેવા માટે મોકલ્યો હતો. આ ટેમ્પોમાં જ વેન્ટિલેટરને પેક કર્યા વગર જ સુરત રવાના કરવામા આવ્યા હતા.

રાજ્યના આરોગ્ય વિભાગના આદેશ મુજબ, વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરત મનપાને વેન્ટિલેટર મોકલી આપવામા આવ્યા છે, હાલ વલસાડ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું, વલસાડ સિવિલ હોસ્પિટલમાં હાલ 34 વેન્ટિલેટર રાખવામા આવ્યા છે.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *