સુરતના અલથાણમાં અન્ડર-કન્સ્ટ્રક્શન સિટી બસ ડેપોનો સ્લેબ તૂટી ગયો, બે મજૂર ઘાયલ

સુરત શહેરના અલથાણ-ભટાર વિસ્તારમાં અન્ડર-કન્સ્ટ્રક્શન સિટી બસ ડેપોનો સ્લેબ સપોર્ટ પ્લેટ સાથે ધરાશાયી થયો હતો, જેમાં બે કામદારો ઘાયલ થયા હતા. જેથી કામ પર રહેલા અન્ય કામદારોએ ફસાયેલા કામદારોને તાત્કાલિક બહાર કાઢ્યા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા. ઘટનાની માહિતી મળતાની સાથે જ મહાનગર પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલથાણ-ભટાર વિસ્તારમાં ટી.પી. નં. 28 ના અંતિમ પ્લોટ નં .157 પર સિટી બસ સ્ટોપ / ટર્મિનલ અને વર્કશોપ બનાવવામાં આવી રહ્યું છે. એ.એલ. પટેલનો આખો કોન્ટ્રાક્ટ છે. લાંબા સમયથી ચાલતા બાંધકામમાં સ્લેબ ભરવાની સપોર્ટ પ્લેટ સહિતનાં સાધન પડી જતાં બે કામદારોને ઇજા પહોંચી હતી.

સાંજના સમયે સપોર્ટ પ્લેટ ધરાવતો સ્લેબ ધરાશાયી થતાં બે મજૂરો કાટમાળ નીચે દટાયા હતા, જેથી સ્થાનિક લોકોને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે, ફાયર બ્રિગેડને તેના વિશે માહિતી આપવામાં આવી ન હતી. પરંતુ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

દુર્ઘટનાના સમાચાર મળતા જ પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળે પાલિકાના અધિકારીઓ હાજર છે, જેઓ બંને ઘાયલ મજૂરને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા છે.

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.