શુક્રએ કર્યો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ આ ગજબ સંયોગથી બધી જ રાશિઓને થશે ફાયદો જ ફાયદો

મિત્રો , આપણા બ્રમ્હાંડ મા રહેલા નવગ્રહો મા નો છઠ્ઠો ગ્રહ એટલે શુક્ર. શુક્ર ને વૃષભ અને તુલા રાશિ નો સ્વામી માનવામાં આવે છે. જ્યોતિષ ની ગણના મુજબ શુક્ર ૨૮મી ઓક્ટોબર ના રોજ મધ્યાહ્ને ૧૨ કલાક ના સમયે વૃશ્ચિક રાશિ મા ગોચર કરશે.

આ રાશિ મા શુક્ર ૨૧મી ડિસેમ્બર સુધી સ્થિર રહેશે. શુક્ર ગ્રહ ને સમૃદ્ધિ અને ભૌતિક સુખ નો કારક ગ્રહ પણ માનવામાં આવે છે. ૨૮મી ઓક્ટોબરે ગોવર્ધન પૂજા ના વિશેષ સંયોગ પર આ ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યો છે. તમામ બાર રાશિઓ માટે આ રાશિ પરિવર્તન સુખ, ધન, વૈવાહિક જીવન તથા પ્રેમ સંબંધ ને પ્રભાવિત કરશે. તમારા માટે આ શુક્ર નું આ ગોચર કેવુ રહેશે તેના વિશે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

મેષ રાશી :

શુક્ર તમારી રાશિ ના આઠમાં સ્થાન મા ગોચર કરવા જઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમે તમારા કાર્યક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી શકશો. આવક ના નવા સાધનો પ્રાપ્ત થઈ રહેશે. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે.

વૃષભ રાશી :

શુક્ર તમારી રાશિ ના સાતમાં ભાવ મા ગોચર જઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન અભ્યાસ ક્ષેત્રે આગળ વધવાની અનેકવિધ તકો પ્રાપ્ત થઈ રહેશે. આ સમયે તમે તમારા શત્રુઓ પર આસાની થી વિજય મેળવી શકશો.

મિથુન રાશી :

શુક્ર તમારી રાશિ ના છઠ્ઠા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે.

કર્ક રાશી :

શુક્ર તમારી રાશિ ના પાંચમા ભાવ મા ગોચર કરવા જઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન સંતાન તરફ થી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે. આ સમયકાળ તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

સિંહ રાશી :
શુક્ર તમારી રાશિ ના ચોથા ભાવ મા ગોચર કરવા જઈ રહ્યો છે. કોઈ અગત્ય ના કાર્ય હેતુસર બહાર યાત્રા પર જવાના યોગ સર્જાઈ રહ્યા છે. ભૌતિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

કન્યા રાશી :

શુક્ર તમારી રાશિ ના ત્રીજા ભાવ મા ગોચર કરવા જઈ રહ્યો છે. આ સમયકાળ દરમિયાન તમારા માન સન્માન મા વૃદ્ધિ થઈ શકે. આર્થિક સ્થિતિ પ્રબળ રહેશે. પરિવાર ના સદસ્યો સાથે ના સંબંધો ગાઢ બનશે.

તુલા રાશી :

શુક્ર તમારી રાશિ ના બીજા ભાવ મા ગોચર કરવા જઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન આર્થિક સુખ ની પ્રાપ્તિ થશે. તમારા જીવન મા નવી ખુશીઓ અને આનંદ આવશે. વ્યવસાય ક્ષેત્ર મા આગળ વધશો.

વૃશ્ચિક રાશી :

શુક્ર તમારી રાશિ ના પ્રથમ લગ્ન ભાવ મા ગોચર કરવા જઈ રહ્યો છે. આ સમયકાળ દરમિયાન પારિવારિક સુખ-શાંતિ ની પ્રાપ્તિ થશે. લાંબા સમયગાળા બાદ જૂના મિત્ર સાથે મિલન થશે. તમારા મન ના ધાર્યા તમામ કાર્યો આવનાર સમય મા પૂર્ણ થશે.

ધનુ રાશી :

શુક્ર તમારી રાશિ ના બારમાં ભાવ મા ગોચર કરવા જઈ રહ્યો છે. આ સમયકાળ દરમિયાન તમારા તમામ અધૂરા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. કાર્યસ્થળ પર કાર્યભાર મા વૃદ્ધિ થઈ શકે. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે.

મકર રાશી :

શુક્ર તમારી રાશિ ના અગિયારમાં ભાવ મા ગોચર કરવા જઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમારે માનસિક તણાવ થી દુર રહેવું. સામાજીક ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત કરી શકશો.

કુંભ રાશી :

શુક્ર તમારી રાશિ મા દસમાં ભાવ મા ગોચર કરવા જઈ રહ્યો છે. આ સમયકાળ દરમિયાન કાર્યસ્થળ પર તણાવ નો માહોલ રહી શકે. દુશ્મનો થી સાવધાન રહેવું. વૈવાહિક જીવન સુખમયી બની રહેશે. કોર્ટ કચેરી ના કાર્યો થી દૂર રહેવું.

મીન રાશી :

શુક્ર તમારી રાશિ મા નવમાં ભાવ મા ગોચર કરવા જઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમને આકસ્મિક ધન લાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. તમે આવનાર સમય મા નવા ઘર કે વાહન ની ખરીદી કરી શકશો. કૌટુંબિક જીવન મા આવતી જવાબદારીઓ નું ભારણ તમારા પર આવી શકે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *