કોરોના સંકટમાં નિરાધાર થયેલા પરિવારોની વ્હારે આવ્યું શ્રી સોંરાષ્ટ્ર પટેલ સેવા સમાજ…

અમેરીકાથી સમાજના ટ્રસ્ટીશ્રી પ્રવિણભાઈ પાનસુરીયાના પ્રયાસથી કોરોનાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરીવારો – ખાસ કરી બહેનો અને બાળકોને મદદરૂપ થવા 11000 ડોલરની સહાય મોકલવામાં આવી છે. લાયન્સ કલબ ઓફ કોપેલ , ટેક્ષાસ , અમેરીકા તરફથી 5000 ડોલર , શ્રી પ્રવિણભાઈ પાનશેરીયા પરિવાર તરફથી 2000 ડોલર તથા પ્રવિણભાઈ ગઢીયા તરફથી 2000 ડોલર આમ કુલ ૮ લાખની સહાય મળી છે .

લાયન્સ કલબ ઓફ રાંદેર અડાજણના માધ્યમથી આ સહાય લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. લાયન્સ કલબ ઓફ રાંદેર – અડાજણના પ્રેસીડેન્ટ શ્રી રાજેશભાઈ નાકરાણી તથા લાયન્સ શ્રી સંજયભાઈ ગાંધી , લાયન્સ શ્રી જયંતભાઇ ચોકસી તથા લાયજા શ્રી પ્રદકુમનભાઈ જોષી ના હસ્તે અતિ જરૂરીયાતમંદ પરીવારોને દરેકને રૂપિયા 10,000 / – ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

કોરોનાને કારણે ઉભી થયેલી મુશ્કેલીમાં લોકોના આંસુ લુછવા અમેરીકાથી લાયન્સ કલબ અને દાતાઓએ માનવતા દાખવી છે. તેમણે બિરદાવવા લાયન શ્રી રાજેશભાઈ નાકરાણીએ પ્રવિણભાઇ પાનસુરીયાના પ્રયાસોને બિરદાવ્યા હતા . તેઓ માતૃભૂમિને ભુલ્યા નથી . પ્રથમ વેવમાં પણ તેઓએ અમેરીકાથી ૧૦ લાખની સહાય ગંગાસ્વરૂ૫ બહેનો માટે મોકલી હતી.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયાએ સર્વોને આવકારતા વ્યથા અનુભવિ હતી . આખુ આભ ફાટયુ હોય ત્યાં સાંધવું કેમ ? આવી પરિસ્થિતિ ઉભી થઇ છે. હજારો પરિવાર મુશ્કેલમાં મુકાયા છે . ત્યારે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે લોકોને મદદરૂપ થવા સતત પ્રયાસ કર્યો છે. પ્રથમ વેવમાં અનાજ કિટ વિતરણ આર્થિક સહાય તથા બીજા વેવમાં આઇસોલેશન સેન્ટરમાં મદદ અને આજે પરિવારોને આર્થિક મદદ કરવામાં આવી રહી છે.

લોક સમર્પણ બ્લડ બેંકના પ્રમુખશ્રી હરિભાઇ કથીરીયા , વરાછા બેંકના પ્રમુખશ્રી ભવાનભાઇ નવાપરા , સમાજના સહમંત્રીશ્રી કાંતિભાઇ ભંડેરી ટ્રસ્ટીશ્રી મનજીભાઇ વાઘાણી , શ્રી દેવચંદભાઈ કાકડીયા , શ્રી ભીખુભાઈ ટીંબડીયા તથા શ્રી દિલીપભાઇ બુહા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા . હજુ વધુ પરિવારોને વર્તમાન સમયે ટેકો આપવા પ્રયાસ કરવા સંકલ્પ કર્યો હતો .

કોરોનાની બીજી લહેરમાં અનેક પરીવારોને અકલ્પનીય મુશ્કેલીમાં મુકી દીધા છે . હજારો પરિવાર નિરાધાર થયા છે . નિરાધાર બનેલી બહેનો અને બાળકોને ટેકા અને હુંફની જરૂર છે . આવા પરીવારો અને ચહેરાથી સ્મીત લાવવા માટે પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ લોકોને જાહેર અપીલ કરી છે . તેમણે જણાવ્યું હતું કે માતા – પિતા બન્ને ગુમાવ્યા છે તેવા બાળકો હજુ નાના છે તે વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની ઓફીસે ૧૦૦૦ વિધવા બહેનોની મદદ માટે અરજી આવેલ છે . બાળકોએ પણ મદદ માટે વિનંતી કરી છે . ત્યારે ખરૂ માનવતા કાર્ય હવે કરવાનું બાકી છે . દાતાશ્રીઓ તરફથી સહાય મળશે તે લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે . સંસ્થાના મંત્રી શ્રી અરવિંદભાઈ ધડુક તથા ટ્રસ્ટીશ્રીઓ આ માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે .

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.