અનલોક 1માં આ ટીવી સીરીયલનું શૂટિંગ ચાલુ, જાણો તેના નિયમો..

કોરોના વાયરસનેકારણે દેશભરમાં લોકડાઉન બાદ ફિલ્મો અને ટીવી સિરિયલ્સનું શૂટિંગ બંધ થઇ ગયુ હતું. પણ અનલોક 1માં આખરે આ સીરિયલ્સને શૂટિંગની પરવાનગી મળી ગઇ છે.

અનલોક 1માં રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલી અનુમતિ બાદ કેટલાંક મહત્વનાં નિયમ સાથે શૂટિંગની છૂટ આપવામાં આવી છે. અને ટીવી ઇન્ડસ્ટ્રીનું કામકાજ ફરી પાટા પર ચઢ્યું છે.

શૂટિંગ શરૂ કરવા માટે FWICE અને CINTAAએ એક સર્કુલર જાહેર કર્યો છે જેમાં શૂટિંગ સંબંધિત કેટલીક અહમ સૂચનાઓ આપવામાં આવી છે. જેમ કે, શૂટિંગ સેટની સ્વચ્છતા, એક્ટર્સ અને અન્ય કર્મીઓની શિફ્ટ, ફીની ચૂકવણી જેવા નિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ વચ્ચે બે ટીવી શો ‘પ્યાર કી લુકા છુપી’ અને ‘શક્તિ- અસતિત્વ કે અહેસાસ કી’નું શૂટિંગ ગત રોજ નાયગાંવમાં શરૂ થયું છે. બંને શોનાં નિર્માતા પવન કૂમાર છે. તેમણે જણાવ્યું કે, ‘હા અમે શૂટિંગ શરૂ કરી દીધુ છે. કારણ કે અમને મહારાષ્ટ્ર સરકાર તરફથી શૂટિંગની પરવાનગી મળી ગઇ છે. અમે અમારી ટીમની સુરક્ષા માટે મહત્વનાં પગલાં લઇ રહ્યાં છીએ. કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે સમયાંતરે સેટની સફાઇ અને અન્ય તમામ બાબતોનું પણ ધ્યાન રાખી રહ્યાં છીએ.’

સેટ પર મુખ્ય કલાકાર સહિત આવનારા તમામ લોકોએ એન્ટ્રી ગેટ પર જ સેનેટાઇઝ કરવાનાં જરૂરી રહેશે.સેટ પર આવનારા દરેક વ્યક્તિનો કોરોના ટેસ્ટ થયેલો હોવો જોઇએ. અને તેની રિપોર્ટ બાદ જ તેને સેટ પર આવવાની મંજૂરી મળશે.

આ ઉપરાંત સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત માસ્ક અને ગ્લવ્સનો ઉપયોગ કરવો ફરજિયાત હશે.સેટ પર ફક્ત 33 લોકોને જ અનુમતિ આપવામાં આવી છે. અને તે જ લોકોને અનુમતિ મળશે જેમનો ઇન્શ્યોરન્સ હશે.

સેટને દર 2 કલાકે સેનિટાઇઝ કરવા અનિવાર્ય હશે. તમામ નિર્માઓને સેટ પર એકથી વધુ વોશરૂમ બનાવવા જણાવવામાં આવ્યું છે. વોશરૂમને દર 2 કલાકે સાફ કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, 25 મેથી મહારાષ્ટ્ર સરકારે શૂટિંગની અનુમતિ આપી હતી. અને તમામ પ્રસારણકર્તાઓને કહ્યું હતું કે તે સેટ પર સાવધાની વર્તે અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવેલાં દિશા નિર્દેશોનું પાલન કરે.

જો તેનું પાલન નહીં કરવામાં આવે તો શૂટિંગ રદ્દ કરવામાં આવશે. હાલમાં કેટલાંક સેટ પર જ શૂટિંગ શરૂ થયું છે. આવનારા દિવસોમાં શૂટિંગ રાબેતા મુજબ ચાલુ થશે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *