નેશનલ યુવા સંગઠન(NYS) એટલે 2012 થી પ્રવૃત્ત સંગઠન જેનો હેતુ શહેરમાં લોકજાગૃતિનાં કાર્યો કરી સ્થાનિક સમસ્યાઓ તંત્રને ધ્યાને દોરી તેનું નિરાકરણ લાવવું, લોકોને વિવિધ પ્રકારનાં કાયદાઓથી માહિતગાર કરી દેશમાં સૌપ્રથમ કાયદા કથા આ સંગઠન દ્વારા થઈ હતી.
કોરોના મહામારીમાં આ સંગઠન સભ્યો દ્વારા અનેક સેવાઓ થઈ જ્યારે શહેરમાં આયસોલેશન સેન્ટરો ફૂલ થઈ ગયા ત્યારે આ સંસ્થા દ્વારા ચીકુવાડી JR પ્લાઝામાં સેવા, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને યુરો ઈન્ડિયા ફ્રેશ ફૂડસનાં સહકાર થી 40 બેડનું સરદાર આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું,ઓક્સિજનની સુવિધાથી યુક્ત આ સેન્ટર 35 દિવસ શરૂ રહ્યું હતું જ્યાં 82 દર્દીઓ સાજા થઈને ઘેર ગયા હતા.
નાસ્તો, ભોજન, તબીબી સેવાઓ સાથે દરેક જાતની સુવિધાઓ થી યુક્ત આ વિનામૂલ્યે આયસોલેશન સેન્ટર શહેરમાં સૌથી છેલ્લે શરૂ થયેલું પરંતુ કોરોના સંક્રમિત દર્દીઓ અને એના પરિવારને ખુબ ઉપયોગી નિવડીયું હતું, આ આયસોલેશન સેન્ટરમાં જેમણે દિવસ રાત સેવા આપી મદદરૂપ બન્યા છે એવા સ્વયંસેવકો, પેરામેડીકલ સ્ટાફ, તબીબી ટીમ, દાતાઓ ને સન્માનીત કરાયા હતા.
જેમાં મુખ્યસ્થાને કાનજીભાઈ ભાલાળા (શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ) મનહરભાઈ સાચપરા (યુરો ઈન્ડિયા ફ્રેશ ફૂડસ) અને વિપુલભાઈ તળાવિયા (પી.પી.સવાણી હોસ્પિટલ) ઉપસ્થિત રહી સેવા આપવા બદલ આ સેન્ટરનાં 48 સભ્યોને સન્માનિત કર્યા હતા, આ પ્રસંગે કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં જેમણે સેવા કરી છે એમની ઈતિહાસ તો નોંધ લેશે જ પરંતુ જેમણે સેવા આપી છે એમને જીવનપર્યંત આ સેવા એમના સ્મૃતિપટલમાં કાયમ માટે અંકિત થઈ જશે.
સાથે જણાવ્યું હતું કે સેવાકીય કાર્ય કરતા સભ્યો છેલ્લા સવા વર્ષથી સેવા આપી રહ્યા છે ત્યારે હવે સેવાની સાથે એમના વ્યાપાર ઉદ્યોગ પર પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે, વ્યાપાર ઉદ્યોગનું કેમ વિસ્તૃતિકરણ કરવું એના માટે ટૂંક સમયમાં વ્યવસ્થિત રીતે માર્ગદર્શન પણ અપાશે, મનહરભાઈ સાચપરા એ જણાવ્યું કે જ્યારે કોઈ બહાર નીકળતું નોહતું ત્યારે આ સ્વયંસેવકોએ જીવનાં જોખમે બીજાનાં જીવ બચાવી માનવતા માટે ખુબ મોટું કાર્ય કર્યું છે દરેક સેવાકીય કાર્યની નોંધ લઈ સભ્યોની સેવાને બિરદાવી હતી.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…