ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સફળ શાસનનો પાંચમા વર્ષમાં પ્રવેશ થયો. આ અવસરે સીએમે ખારામાંથી પીવાલયક પાણી બનાવવાની રૂ.5300 કરોડની બહુહેતુક ભાડભૂત યોજનાનો નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ જળ આત્મનિર્ભર અને વોટર સરપ્લસ રાજ્ય બનાવવાનો હેતુ છે. તેના માટે આધુનિક ટેકનિક સાથે આ યોજના વર્લ્ડક્લાસ આઇકોનિક પ્રોજેક્ટ તરીકે ગુજરાતને સ્થાપિત કરશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સીએમ રુપાણીએ જણાવ્યું છે કે નર્મદાનાકાંઠે વસેલા ભરૂચ અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં આ ભાડભૂત યોજના મીઠુ પાણી પહોચાડવા સાથે ખારાશ આગળ વધતી અટકાવવા અને સિંચાઈ તેમજ ઉદ્યોગોને પણ પૂરતું પાણી આપવામાં ઉપકારક બનવાની છે.
મુખ્યમંત્રીએ આ યોજનાના ટેન્ડરમાં ફૂલ પ્રૂફ પારદર્શિતા સાથે બધી જ ટેકનિકલ બાબતોની સર્વગ્રાહી ચકાસણી કરીને મંજુર કરવામાં આવ્યા છે તેની પણ વિગતો આપી હતી.

વધુમાં તેમણે જણવાયું હતું કે 21 હજાર MCFT પાણી આ યોજનાથી મળતું થશે અને હજીરા દહેજ વચ્ચે 6 લેન બ્રિજ બનતા 18 કી.મી અંતર ઘટશે. એટલું જ નહિ ફીશિંગની પણ અલગ ચેનલ ઊભી થતાં માછીમારીને પણ વેગ મળશે. ભરૂચ જિલ્લાને આ યોજનાના શુભારંભ પ્રસંગે અભિનંદન આપતા ઉમેર્યું હતું.