રાજ્યમાં RTO કચેરી શરૂ,લોકોની લાંબી લાઈનો જોવા મળી..

રાજ્યની આરટીઓ કચેરી આજથી અરજદારો માટે શરૂ કરવામાં આવી છે. આરટીઓ કચેરીમાં આવતા તમામ અરજદારને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત છે. આરટીઓ કચેરીમાં આવતા તમામ લોકોનું થર્મલ સ્કેનિગ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ આરટીઓ કચેરી ખુલતાની સાથે અરજદારોની લાંબી કતાર લાગી પણ તમામ અરજદારોએ પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા હતા. અમદાવાદ આરટીઓ કચેરી ખાતે પણ અરજદારો ને ઉભા રહેવા માટે સર્કલ કરવામાં આવ્યા છે.

તેમજ સુરતમાં 70 દિવસ પછી આરટીઓ કચેરી શરૂ થઇ છે. જેમાં આરટીઓની અંદર અધિકારીઓ અને અરજદારો કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે નિયમો પાળતા દેખાયા . પરંતુ અરજદારો જેવા આ કચેરીની બહાર જાય કે તમામ નિયમોને બાજુમાં મુકી બધાના ટોળે ટોળા પણ દેખાયા હતાં.કચેરીમાં અધિકારીઓ પણ મોં પર માસ્ક, હાથમાં ગ્લોવ્ઝ પહેરેલા દેખાયા હતાં. તમામ અરજદારો કચેરીમાં પ્રવેશે તે પહેલા તેમની થર્મલ ગનથી તપાસ કરવામાં આવી હતી.

રાજકોટ આરટીઓ કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી કામકાજ શરુ કરવામાં આવ્યું હતું તો સાથે જ અરજદારો માટે ખાસ સેનેટાઈઝર તેમજ લાઈનમાં ઉભા રહેવા માટે સફેદ સર્કલ બનાવવામાં આવ્યા હતા. આજથી આરટીઓ કચેરી ખુલતા જ મોટી સંખ્યામાં અરજદારો પહોચ્યા હતા.

આરટીઓ કચેરીમાં 8 જેટલી સેવાઓને રદ કરવામાં આવી છે. જેમાં રિન્યૂ લાયસન્સ, ડુપ્લીકેટ લાયસન્સ, રિપ્લેસમેન્ટ લાયસન્સ, RC બુક, લાયસન્સની ઓનલાઇન સેલ્ફ બેકલોગ અને હાયપોથીકેશન સેવાઓનો સમાવેશ થાય છે.

સોશિયલ ડિસન્સ જળવાઈ રહે તે માટે આરટીઓ કચેરી બહાર સર્કલ દોરવામાં આવ્યા છે. આરટીઓ દ્વારા 60 ટકા જેવી કામગીરી ઓનલાઇન કરવામાં આવશે અને અરજદારોએ પણ અપોઇમેન્ટ લઇને જ કચેરીએ આવવાનું રહેશે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.