TVS દ્વારા યોજાયેલી નેશનલ બાઇક રેસિંગ ચેમ્પિયનશિપ માં સુરતની ઋષિતા ભાલાળા પણસારાનું થયું સિલેક્શન…

બાઇક રેસિંગમાં વિવિધ દિલધડક કરતબો જોઈને આપડે દંગ રહી જઈએ છીએ. ત્યારે TVS દ્વારા યોજાતી મહિલા બાઇક રેસિંગ ચેમ્પિયન શિપ માં સુરતની વરાછા વિસ્તાર માં રહેતી ઋષિતા ભાલાળા પણસારા નું સિલેક્શન થયું છે.

TVS એમ.એમ.આર.ટી.(મદ્રાસ મોટર રેસ ટ્રેક) ચેન્નાઈમાં દર વર્ષે યોજાતી મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશીપ 2021 માં TVS ONE MAKE CHAMPIONSHIP- GIRLS રેસમાં સમગ્ર ભારતમાંથી 16 દીકરીઓની પસંદગી કરવામાં આવેલી હતી જેમાં ગુજરાત તરફથી ઋષિતા ભાલાળાની પસંદગી થઈ હતી. આ અગાઉ 2019 ના વર્ષ માં પણ ઋષિતા ભાલાળા પણસારા પસંદગી પામી હતી.

મૂળ અમરેલી જિલ્લાના શાંતિનગર ગામના વતની ગીરીશભાઈ ભાલાળા વર્ષોથી સુરતમાં વસવાટ કરે છે. તેમની દીકરીને નાનપણથી જ બાઇક ચલાવવાનો શોખ છે. આથી 19 વર્ષની ઉંમરથી જ તે બાઈક ચલાવી રહી છે. ગ્રેજ્યુએટનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઋષિતાએ એમ.બી.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. પરંતુ બાઈકનો શોખ હોવાથી તેમને જોબ છોડી વડોદરા ખાતે બાઇક રાઈડની પ્રેક્ટિસ માટે જતી હતી. અમે 2019 માં પણ ગુજરાત માંથી નેશનલ માં માત્ર એક ઋષિતા ભાલાળા પણસારા જ પસંદગી પામી હતી .

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.