કેમ્પસ પ્લેસમેન્ટનું 25 લાખનું પેકેજ ઠુકરાવીને સુરતના આ પાટીદાર યુવાને કરી “ચાયપાર્ટનર” શોપ ની શરૂઆત

આજે ભારત વિશ્વના સૌથી યુવાન દેશ તરીકે ઓળખાય છે, ત્યારે ઉદ્યોગસાહસિકતામાં વધારો થાય તે સ્વાભાવિક છે. ગુજરાતીઓનાં લોહીમાં જ વેપાર છે, અને એટલે જ ગુજરાતીમાં કહેવાય છે , કે કોઈ પણ ધંધો જમાવતાં પહેલાં એક હજાર દિવસો સુધી ગાદી ગરમ કરવી પડે છે. ત્યારે આપણે વાત કરીએ સુરતના એક પાટીદાર યુવાન ની કે જેમને પોતાને કેમ્પસ પ્લેસ્ટમેન્ટ માંથી મળતી માતબર સેલરી ધરાવતી જોબ ને ઠુકરાવીને ચા ની શોપ ની શરૂઆત કરી છે. તો આવો જાણીએ તેમની સ્ટોરી તેમના જ શબ્દોમાં….

View this post on Instagram

A post shared by Mitul Padsala (@mr_padsala)


ગુજરાતી છું એટલે લોહી માં જ ધંધો કરવાનું સાહસ આ માતૃભૂમિ એ જ આપેલું છે. ગ્રેજ્યુએશન પછી પ્રથમ પ્રયાસ માં ટાર્ગેટ ટોપ કોલેજ માં એડમીશન ન મળતાં એક વર્ષ ડ્રોપ લઈ ને ફરીથી પ્રયત્ન કરી ને ભારત ની ટોપ ૧૦ માની એક સિમ્બાયોસિસ પૂને (SCMHRD) માં એડમીશન મેળવી ને જૂન ૨૦૧૯ માં MBA નો અભ્યાસ શરૂ કર્યો હતો. એટલું જ નહિ MBA ના અભ્યાસ દરમિયાન IDFC first bank ની સ્કોલરશીપ પણ પ્રાપ્ત કરી પરંતુ ગુજરાતી બિઝનેસ યુવાનનું મન ધંધા ની શોધ માં હતું.
૧૭ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ મારા કોલેજ ના સિનિયર કે જે કોલકાતા ના રેહવાસી છે અને તેઓ ITC માં વર્ક કરે છે કે જેમની વાર્ષિક પેકેજ 33 લાખ રૂપિયા છે. એમનું સુરત રેલવે સ્ટેશન ની પોસ્ટ જોતા મેં તેમને આમંત્રણ આપ્યું સુરત ની સફર કરાવવા માટે ત્યારબાદ તેમને સૌ પ્રથમ હું લશ્કરી ના ભજીયા ખવરાવવા ડુમસ લઈ ને ગયો ત્યાંથી સીધા જાની નો પ્રખ્યાત લોચો ખવરાવી ને આટલી મોટી હસ્તી કોફી જ પીવે ને એવું મે અનુમાન કરી ને કોફી પિવરાવા માટે મેરાકી માં લઇ ને ગયો ત્યાં એમને કોફી તો પીધી પરંતુ તેઓ ચાય લવર હતા એટલે સહજતા થી એમને મને ચાય માટે પૂછ્યું એટલે એ સમયે મને થોડુક ખચકાટ થઈ કે સાલું આટલા મોટા મેહમાન ને રોડ પર ૫ કે ૧૦ રૂપિયા વાળી ચાય પિવરાવું અને એને ના પણ ગમે ગમે? તો શું થશે આવો ડર હતો.


એટલે ત્યાંથી એક વિચાર આવ્યો કે સાલું ભારત ખેતીપ્રધાન દેશ ની સાથે સાથે ચાયપ્રધાન દેશ પણ છે તો પછી કોફી ને જો પ્રીમિયમ જગ્યા આપી ને માણી શકાતી હોય તો આપણી ચાય ને કેમ નહી?? આ સવાલ ખચકાતો હતો પણ સાલું કરવું શું??

ફરીથી હું મારી કોલેજ માં ગયો. પણ આ સવાલ એ મને પુરે રીતે બદલી નાખ્યો હતો એટલે સતત આના માટે સમય પસાર કરતો હતો કે શું કરી શકાય. જો હું તમને મારી કોલેજ ની હોસ્ટેલ ની થોડીક વિગત આપુ તો તમને બધી જ સુવિધા મળી જાય કેમ કે જ્યારે ટોપ કોલેજ માં અભ્યાસ કરતા હોય ત્યારે તમને સુવિધા પણ ભરપૂર મળે એટલે પેન્ટરી માં કિચન ના જરૂરી સાધન સામગ્રી હાજર હતી.
પરંતુ સુવિધા ની સામે હોસ્ટેલ નું જીવન આળસ વાળું હતું આથી કોઈ ચા બનાવતું પણ નહીં આથી મને વિચાર આવ્યો કે કેમ આ સુવિધા છે તો એને આપણા સર્વે માટે વાપરીએ તો!!


૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦ ની સાંજે હું હોસ્ટેલ માં સુતા સુતા વિચાર તો હતો કે મને શું ખાતરી કે લોકો ને મારો ચાય નો ટેસ્ટ પસંદ આવશે જ?? તો બીજી જ સેકન્ડ પર લાઈટ થઈ કે આ કિચન ની સુવિધા છે તો એને આપણા સર્વે માટે વાપરીએ તો?? એટલે તરત જ નજીક ના ડી- માર્ટ માંથી ચા ના વાસણ અને સામાન લઈ ને ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ એ જ પ્રથમ ચા બનાવી કે જે ચાયપાર્ટનર માટે બની હોય. આનું માત્ર એટલું જ કારણ હતું કે અગર હું ચાયપાર્ટનર શરૂ પણ કરુ તો મારે કોઈ ટાર્ગેટ લઈ ને કરવું હતું કે ફરીથી આ તારીખ આવે તો ચાયપાર્ટનર માટે કંઇક તો હોવું જ જોઈએ.


જો હું કદાચ જોબ ની ઑફર મુજબ કોલેજ પછી જોડાઇ પણ જાવ તો મને કામ કરવા માટે ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી નો સમય મળી શકતો હતો. એટલે લગભગ કોલેજ પછી (જૂન ૨૦૨૧ ) મને ૩ વર્ષ નો સમય મળી શકતો હતો.
પહેલા દિવસે માત્ર ૫ કપ થી શરૂઆત થઈ હતી જે ૧૦ માર્ચ ૨૦૨૦ સુધી માં ૮૦ કપ સુધી પહોંચી હતી અને પેહલા જ દિવસ ની ચાય સાથે વિચાર આવ્યો કે ભલે ગમે ત્યારે શરૂ કરીએ પરંતુ સોશિયલ મીડિયા નો ભરપૂર ઉપયોગ કરવો આથી, જે લોકો ચાય પિતા એ લોકો ફોટો પાડી ને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતા ત્યાંથી ધીરે ધીરે સોશિયલ મીડિયા પર ચાયપાર્ટનર ની શરૂઆત થઈ.

MBA ના પ્રથમ વર્ષ પછી અમારે ૨ મહિના ની ટ્રેનીંગ હોય અને એના પછી ૧ મહિના ના વેકેશન પછી બીજું વર્ષ શરૂ થાય. એટલે મેં એવું વિચાર્યું હતું કે એપ્રિલ – મે ૨૦૨૦ માં હૈદરાબાદ માં COGNIZANT માં મારી ટ્રેનીંગ પછી હું ૧ મહિના માટે સુરત માં શરૂ કરી દઈશ.


મેં મારા ઘર થી નજીક જ ચાય ફ્રી માં આપવાનું નક્કી કર્યું હતું એટલે BRTS રોડ સીમાડા ગામ પાસે ભાણું & ગાયત્રી ના ખમણ પ્રખ્યાત છે એટલે મે વિચાર્યુ કે ઘરે થી ચાય બનાવી ને રાત્રે ૯ થી ૧૨ મારા પાર્ટનર ની એક્ટિવા લઈ ને ચાય ફ્રી માં આપીશું. પરંતુ કોલેજ માં પરીક્ષા રદ થતા હું સુરત પરત ફર્યો અને થોડાક જ દિવસ માં એટલે કે ૨૨ માર્ચ ૨૦૨૦ એ જનતા કરફ્યુ આવ્યું.

એટલે ફરીથી વિચાર્યુ આપણે શા માટે આ દિવસ ને વાપરીએ એટલે સોશિયલ મીડિયા પર #GharSeDeshBachaye કેમ્પેઇન ચલાવ્યું.

પરંતુ એના થોડાક જ દિવસ માં લોકડાઉન આવ્યું એટલે જે પ્લાનિંગ હતું એ ડાયરેક્ટ કેન્સલ જ થઈ ગયું. પરંતુ ત્યારે મારી જ સોસાયટી માં લોકો પોલીસ ની ગાડી આવે ત્યાં સુધી ઘરે બેસતા અને ફરીથી ટોળા વળી જતા.
ત્યારે વિચાર આવ્યો કે 3 લોકો કાર્ય પર લાગેલા છે. જેમાં પોલીસ, સફાઇ કર્મચારી અને ડોક્ટર્સ બાકી બધા જ લોકો ઘરે ડર થી રહેતા ત્યારે આ લોકો ૧૮ થી ૨૦ કલાક ફરજ બજાવતા હતા. તો અચાનક વિચાર થયો કે મારે જે વસ્તુ જૂન ૨૦૨૦ માં કરવી હતી તો એ વસ્તુ અત્યારે સેવા થી શા માટે ના કરુ???


સેવા કાર્ય માટે મે હિતેશભાઈ જાસોલિયા ને મારી વાત જણાવી કે મારે પોલીસ ને ચા ની સેવા આપવી છે પરંતુ રાત્રે આપવી છે. એટલે હિતેશભાઈ જાસોલિયા ખુદ મારી સાથે પોલીસ મિત્રો ને ચાય આપવા માટે આવતા હતા.અમે લોકો સરથાણા પોલીસ સ્ટેશન, સીમાડા નહેર, લસકાણા ટોલ બુથ, સીમાડા નાકા, જકાતનાકા, લજામણી ચોક આટલા પોલીસ કર્મી ઓને ચાય આપવા જતા અને લગભગ ૯૦-૧૦૦ કપ ચા પહોંચાડતા હતા. એટલે એક સુકુન મળતું હતું કે આપણે જેવું વિચાર્યુ છે એવું થાય છે.

બે દિવસ માં આમ ખુશી અલગ જ હતી પરંતુ વિચાર એવો હતો કે લોકો પણ મદદ કરે એટલે સોશિયલ મીડિયા પર બીજું કેમ્પેઈન #EkchaiUnkeLiyeBhi ચલાવ્યું.
વેથી ફેમિલી પ્રેશર ના લીધે ચા નું કામ અટકી ગયું પરંતુ ભગવાન જે કરે એ સારા માટે જ કરતા હોય એવું વિચારી ને આગળ સોશિયલ મીડિયા જ શરૂ રાખ્યું.

લોકડાઉન દરમ્યાન મજૂર વર્ગ ને જે તકલીફ પડી હતી. તે લોકો ને મદદ કરવી છે પરંતુ ખીચા માં પૈસા નહોતા અને કદાચ જો મારા ફેમેલી મેમ્બર નો સપોર્ટ ના હોય તો અમારી હાલત પણ એજ હતી. હિતેશભાઈ પણ આવી જ રીતે સેવા કરવાનું વિચારતા હતા અને લોકો ને જોડાવવાનું સ્વપ્ન જોતા હતા.
આ સમયે મારે સોશિયલ મીડિયા ની આવડત કે મદદ થી વધુ માં વધુ લોકો પાસે થી ફંડ એકત્રિત કરવા માટે વિડિયો બનાવવાનો હતો. અને કદાચ આ કાર્ય મારા માટે એક અલગ જ મોટીવેશન હતું કે MBA માં મળેલી જોબ ના બદલે ચાયપાર્ટનર પર જ કામ કરું.


ચાયપાર્ટનર માટે ચા ના પ્રોપર જ્ઞાન માટે ચા વિશે નો અભ્યાસ પણ કર્યો અને સુરત માં સર્વે પણ કરાવ્યો. સર્વે માં એક બીજો પ્રોબ્લેમ પણ દેખાયો કે શા માટે છોકરી કે સ્ત્રી ટપરી પર ચા પીતા ખચકાટ અનુભવશે જ્યારે એ જ સ્ત્રી કે છોકરી CCD કે STARBUCK માં કોફી ની મોજ માણશે..
લગભગ એક વર્ષ પહેલા એટલે કે ૨૮ મે ૨૦૨૦ ના રોજ મારા માતા-પિતા ને મારો નિર્ણય જણાવ્યો કે હવે જોબ નથી સ્વીકારવી પરંતુ ચાયપાર્ટનર ને જ આગળ લઈ જવું છે.


અહીંયા સુધી તો સોશિયલ મીડિયા પર માત્ર પોસ્ટ કે શાયરી જ આવતી હતી પરંતુ ગયા વર્ષે પહેલો વરસાદ ૧૪ જૂન ૨૦૨૦ ના રોજ થયો હતો ત્યારે જ અમારા ચાય પાર્ટનર શોપ ની શરૂઆત થઈ હતી. લોકો નો પણ ઘણો સપોર્ટ મળ્યો છે લોકો શેર પણ કરી રહ્યા છે અને બધા જ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પર મોટીવેશનલ વિડિયો મૂકીએ છીએ કે જેથી વધુ માં વધુ લોકો સુધી પહોંચી શકીએ. આ મોટીવેશનલ વીડિયો દરરોજ એક લાખ લોકો સુધી પહોંચે છે.


બસ ચા ની સાથે મોટીવેશન આમ જ લોકો ને આપી શકીએ એ હેતુ થી સુરત માં ૨૦ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ વેસ્ટર્ન કલ્ચર ના ટ્રેન્ડ અને ભારત ની ટ્રેડિશનલ ચાય ને મિક્સ કરી ને ચાયપાર્ટનર ની પ્રથમ બ્રાન્ચ ની શરૂઆત કરી દીધી. અને અમારે ત્યાં ગોળ માં ચા તથા 42 પ્રકારની ચા કોફી ની વેરાયટી મળે છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.