કોઈ પણ વ્યક્તિનો સ્પર્શ કરીને જાણી શકાય છે તેમની બિમારીઓ..!! વાંચો અહીં…

એક વખત નાડી નિદાનમાં બરાબર ખ્યાલ ન આવે તો બે ત્રણ વખત , ત્વચા – ચામડીનો સ્પર્શ કરવાથી શરીરની ગરમી ઠંડી, પરસેવો વગેરેની ખબર પડે છે. તેના આધારે મોટાભાગના રોગોનું સામાન્ય નિદાન થઇ શકે છે વાત – વાયુજન્ય રોગોમાં ચામડી ઠંડી, પિત્તજન્ય રોગોમાં ગરમ અને કફજન્ય રોગોમાં ભીની હોય છે.

તમામ પ્રકારના તાવમાં ચામડી ગરમ હોય છે. ચામડી ઉપરની ગરમીથી તાવની ગરમી જાણી શકાય છે, આંતરજવર – હીડ કળતરમાં ચામડી ઠંડી કે મધ્યમસરની ઠંડી હોય છે. છતા હાડમાં જીણો તાવ હોય એવું બની શકે છે. આવા તાવનું નિદાન થર્મોમીટર વિના થઇ શકતું નથી. કોઇવાર એવું પણ બને છે કે ચામડી ગરમ હોય છતા તાવ ન હોય તે થરમોમીટરથી જાણી શકાય છે. ચામડી ગરમ હોય એટલે તાવ જ હશે એવું માનવાને કોઇ કારણ નથી.

પિત્તના પ્રકોપમાં પણ ચામડી ગરમ લાગે છે. આવા વખતે તાવના નહીં, પણ પિત્તશમનના ઉપચારો કરવા જોઇએ. કેટલાક દર્દોમાં શરીરની ચામડી ઠંડી પડી જાય છે. જેમકે તાવ ઉતરી ગયા પછીની નબળાઇમાં, બીજા મંદવાડ પછીની નબળાઇમાં, કોલેરામાં અને બીજા કેટલાક જીર્ણરોગોમાં ચામડી ઠંડી પડી જાય છે.

ગંભીર માંદગીમાં શરીર વધુને વધુ ઠંડુ પડતુ જાય તો ભયભરેલુ સમજવું. ચામડીના છીદ્રોમાંથી નિરંતર પરસેવો નીકળે છે. તેથી તે નરમ રહે છે. પણ કેટલાક દર્દોમાં પરસેવો બંધ થાય છે. ત્યારે ચામડી સુકી અને ખરસટ થાય છે. તાવની શરુઆતમાં પરસેવો બંધ પડે છે. તેથી ચામડી સુકી થાય છે.

તાવવાળાને પરસેવો વળે તેવો ઉપચાર કરવો પરસેવો વળવાથી ચામડી દ્વારા તાવનુ ઝેર બહાર નીકળી જાય છે. જોઇએ તેના કરતા વધુ પરસેવો આવવાથી ચામડી ભીની રહે છે. તે પણ રોગની નિશાની છે.

કેટલાક દર્દોમાં ચામડી ગરમ અને ભીની રહે છે, તે રોગની ગંભીરતા બતાવે છે.અને કેટલાક દર્દી કોલેરા વગેરેમાં ચામડી ઠંડી અને ભીની હોય છે. તેમા શરીરમાં અતિનબળાઇ તે જોખમી જાણવી. રાત્રે પરસેવો વળે, ચામડી સતત ભીની રહે અને નબળાઇ વધતી જાય તો ક્ષયની નિશાની સમજવી.

શરીરની ગરમી માપવા થરમોમીટરનો ઉપયોગ કરવો જોઇએ. થરમોમીટર મોમાં જીભ નીચે અથવા બગલમાં બે ત્રણ મિનિટ રાખીને બહાર કાઢી જોવાથી તેની અંદરનો પારો શરીરની ગરમીના પ્રમાણમાં ચડેલો કે ઉતરેલો જોવા મળશે. બગલમાં પરસેવો લુસીને પછી થરમોમીટર મુકવું. થરમોમીટર બગલમાં હોય ત્યાં સુધી બગલ ભીડી રાખવી.

ચોક્કસ ગરમી જાણવા બે ત્રણ વખત થરમોમીટર વડે તપાસ કરવી જોઇએ. સામાન્ય રીતે તંદુરસ્ત માણસના શરીરની ગરમી ૯૮ થી ૧૦૦ ડીગ્રી વચ્ચે હોય છે. તેને નોર્મલ ટેમ્પરેચર કહે છે. તેનાથી પારો નીચે ઉતરે તો ઠંડી અને ઉપર ચડે તો ગરમી સમજવી.

સાદા તાવમાં ૧૦૧ થી ૧૦૨ ડીગ્રી સુધી ગરમી ચડે છે. સખત તાવમાં ૧૦૪ સુધી પહોંચે છે . તેથી ઉપર જાય તો પરિસ્થિતિ અતિ ગંભીર સમજવી . આવા વખતે પોતા મુકવા વગેરે તાત્કાલિક જરુરી ઉપચારો કરવા જોઇએ.

સામાન્ય ટેમ્પરેચર કરતા બે ડીગ્રી તાપમાન નીચુ જાય ત્યારે તુરંત ગફલત રાખ્યા વિના જરુરી ઉપચાર કરવા અથવા અનુભવી ડોક્ટરની સલાહ પ્રમાણે કરવું. કોલેરા વગેરેમાં શરીર ઠંડુ પડીને ગરમી ૭૭ સુધી પહોચે છે. ત્યારે દરદીને બચવાની બહુ ઓછી આશા રહે છે. સામાન્ય રીતે એક ડીગ્રી તાપમાન વધે એટલે નાડીના ૧૦ ધબકારા વધે છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.