ઝેરી જનાવરનો ડંખ થવાતી રતવાનો ચેપ લાગવાથી રતવા થાય તો તે જખમની આસપાસ થાય છે. મધુ પ્રમેહ, મુત્રપીંડનો દાહ, કેન્સર, ત્વચાના જખમ, ગાઉટ વગેરેમાં રતવા થવાની સંભાવના વધે છે. બાળકો તથા વૃદ્ધોને રતવા વિશેષ કરીને થાય છે. રતવામાં ચાંદા કે ફાંટના રસ્તેથી માઇક્રોકોક્તિ નામના સૂક્ષ્મ જંતુઓ દાખલ થઇને ચામડીની ઉપર તથા અંદરના ભાગમાં સોજો લાવે છે. અને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે.
ચિન્હો : રતવામાં પ્રથમ ટાઢ વાઇને તાવ આવે છે, તેની સાથે ચામડી લાલ થઇ સૂજી જાય છે. હાથપગ ગરમ જણાય છે અને અંદર લવકારા મારે છે. કોઇવાર ગળુ આવી જાય છે. પેશાબ લાલ ઉતરે છે. નાડી જલદ ચાલે છે. કોઇવાર ઊલટી અને ચિત્તભ્રમ જેવું પણ થઇ જાય છે. કોઇવાર કબજીયાત તો કોઇવાર વધુ પડતા જાડા થાય છે. ભીષણ પરિસ્થિતીમાં દરદી બબડે કે તોફાન કરે છે. આવા ચિન્હો પછી બીજે કે ત્રીજે દિવસે ચહેરાની એક બાજુ કે બન્ને બાજુ દાહ સાથે લાલશપડતા સોજા થઇ આવે છે. પહેલા નાક લાલ થાય છે. અને તે લાલાશ સોજા સાથે ખંભા સુધી ફેલાય જાય છે. ચહેરો સુજીને તુંબડા જેવો થઇ જાય છે.
આગંતુક રતવામાં કળથીના દાણા જેવા ફોલ્લાઓ થઇ આવે છે. તેમાં કાળુ રુધિર, સોજો અને દાહ વધુ હોય છે. વાતપિત્તથી ઉત્પન્ન થયેલા રતવામાં તાવ, ઉલટી, મૂછ અતિસાર, તૃષા, ઘેન, હાડ કળવા, મંદાગ્નિ, આંખે અંધારા આવવા, ભ્રમ વગેરે ચિન્હો હોય છે. એનાથી આખુ શરીર અંગારા સળગાવ્યા જેમ બળે છે. જે જે ઠેકાણે વિસર્પ પ્રસતો જાય તે તે ભાગ કોલસા જેવો કાળો, લીલો કે રાતો થઇ સુજી જાય છે. અને તેના પર ફોલ્લા ઉપસી આવે છે.
ગ્રંથીવિસર્ષમાં કફ વડે કુપિત થયેલો વાયુ કફન ભેદન કરી લોહીને ભેદી ત્વચા, શિરા, સ્નાયુ તથા માંસ સુધી પહોંચી લાંબી, નાની , ગોળ ગાંઠોની માળા કરે છે. તે ગાંઠો સણકા મારે છે.તાવ , શ્વાસ, ઉધરસ, અતિસાર, મોઢામાં સુકાપણું, ઉલટી , હેડકી , ભ્રાંતિ , મૂછ , અંગભાંગવું વગેરે ચિન્હો દેખાય છે. શસ્ત્રાદિકના આઘાત કે સિંહાદિના નખ , દાંત વગેરે વાગવાથી વાયુ કુપિત થઇ થતા રતવામાં જારના દાણા જેવી ફોલ્લીઓ થાય છે.
સોજા આવે ચામડીના ઉપરના ભાગમાં રતવાની અસર હોય તો તે બાહ્યોપચારથી આયુર્વેદ દર્શનમ્ છે. અને તાવ આવે છે.લોહીનો વર્ણ કાળો થાય છે.સણકા અને દાહ થાય છે , મટે છે . પરંતુ જો તેનુ વિષે વધુ ઊંડુ ગયુ હોય તો ભયંકર કોલ્લા થઇને તે કુટે છે. રતવાના ચાંદાઓ રુઝાતા ઘણો સમય લાગે છે તેમાંથી ગંધાતુ લોહી અને માંસ નીકળે છે.
સડો કોઇવાર હાડકા સુધી પહોંચે છે. દરદીને ઝીણો તાવ રહે છે. દરદીમાં ઘણી જ નબળાઇ આવી જાય છે. રતવા , વિદ્રધી ગડ – ગુમડ વગેરે માંસમાંથી આવતા વ્યાધિઓ છે. એની શરુઆત માંસમાંથી થાય છે.અને ધીરે ધીરે વૃદ્ધિ પામી મેદ અને હાડકા સુધી પહોંચે છે . આ બધા વ્યાધિઓ પાકી ઉપર આવી ફુટીને રૂઝાય જાય તેવા છે.તેમાં નસ્તર મુકાવવાથી દોષ અંદર રહી જવાથી નાડીત્રણ થાય છે.અને લંબાય છે , વ્રણમાં વાયુના કારણે સણકા , પિત્તના કારણે પીડા ( બળતરા ) અને કફના કારણે પરુ થાય છે.
ઉપચાર:- તાવમાં જે દોષનુ પ્રાધાન્ય હોય તેનુ શમન થાય તેવા ઉપચારો કરવા. રતવાના લક્ષણો દેખાય કે તુરંત જો કબજીયાત હોય તો હલકો જુલાબ લેવો. હીમેજ , સૂંઠ , સાજીખાર અને સંચળની ફાંકી બે ટંક આપવી , રતવાના સોજા ઉપર ગુલાબજળમાં દશાંગ લેપ કે શતધૃત લગાડવું. સુગંધીવાળો, રતાંજલી, રતવેલીયો અને કપૂરકાચલીને ઠંડા પાણી કે ગુલાબજળમાં વાટીને સોજા ઉપર લેપ કરવો. રતવામાં પિત્તનુ જોર હોય તો શંખજીરુ, તપખીર , સંઘોડા , કાષ્ઠ , નદીનો સેવાળ વગેરે વાટી ઘીમાં કાલવીને ઝીણા લુગડાની બેવડમાં બાંધીને લેપ કરવો.
રતવામાં કફનુ જોર હોય તો હરડે, બહેડા, આમળા, પદ્મકાષ્ઠ, વાળો, રિસામણી, કણેરના મુળ, બરુના મુળ, રતાંજળી અને રાતા ધમાસાનો લેપ કરવો . કરિયાતુ, અરડૂસીના પાન, કડવા પરવર, કડુ અને લીમડાની અંતરછાલ એ સર્વેનો ઉકાળો કરીને પાવો . લીમડાના પાનને બાફીને ઠંડા પાડ્યા પછી બાંધવા .
ગોરુચંદન કે પીળી માટીનો લેપ કરવો અથવા શંખજીરુ ચોપડવું .અગ્નિવિસર્પમાં જટામાસી , રાઇ , લોધર , જેઠીમધ , રેણુકબીજ , મોરવેલ , લીલા કમળ અને શરસડાના ફુલનો લેપ કરવો . ગ્રંથિવિસર્ષમાં વડની વડવાઇઓ , ચણોઠી , કેળનો ડોડો લઇ શતધૌતધૃતમાંનાખી લેપ કરવો
ઘઉંના થુલાની ગરમાગરમ પોટીસ બાંધવી ખસખસના ડોડા ઉકાળીને ગરમ પાણીનો શેક કરવો . રતવાના ચિન્હો અને તાવ નરમ પડ્યા પછી ચંદ્રપ્રભાવટી, લોહભસ્મ , પ્રવાલ ભસ્મ , ત્રિફળાચૂર્ણ, સિંહનાદ ગુગળ, કાલાગ્નિરુદ્રરસ, નવકષાય ગુગળ વગેરે યોગ્ય અનુપાન સાથે આપવું. કરંજતેલ, એરંડતેલ વગેરેનું મર્દન કરવું. પથ્ય: જુના ચોખા ,ચણા,મગ, ઘઉં, કારેલા કેળા સરગવાની શીંગો, દ્રાક્ષ , દાડમ , ઘી તથા પુષ્ટિ કરનારા પદાર્થો … અપથ્થ : ખુલ્લો પવન , શ્રમ , ક્રોધ , તેલ , તીખા અને ખાટા પદાર્થો …
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…