ખેડૂત આંદોલનના પ્રણેતા રાકેશ ટિકૈતના ખેડૂત આંદોલનની હવે ગુજરાતમાં પણ એન્ટ્રી થઇ છે. ખેડૂત આંદોલનના પગલે ગુજરાતમાં ખેડૂતોની હાલત જાણવા અને તેમને ન્યાય અપાવવા માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે મળીને રાકેશ ટિકૈત અંબાજીથી પોતાની ખેડૂત સંવાદ યાત્રાનો પ્રારંભ કર્યો છે. કાલે સવારે રાકેશ ટિકૈત ટ્રેન માર્ગે આબુરોડ આવી પહોંચ્યા હતા. રાષ્ટ્રીય કિસાન મોરચાના આગેવાનો તેમજ સેવા દળના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.
બપોરના સમયે તેઓ પાલનપુર પહોંચ્યા હતા. પાલનપુરમાં પ્રવેશ સમયે જ રાકેશ ટિકૈત સામે ભાજપના એક કાર્યકર્તાએ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શિત કરતા રેલીમાં સામેલ લોકોએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના કાર્યકર્તા પાસેથી કાળા વાવટા ઝૂંટવી લઈ રેલીમાં સામેલ લોકો તેના પર તૂટી પડ્યા હતા. પાલનપુરમાં ટિકૈતના આગમન સમયે જ ઝપાઝપી થતા મામલો ઉગ્ર બન્યો હતો. જે દરમિયાન એક મહિલાએ ભાજપના કાર્યકરને ફડાકા ઝીકી દીધા હતા.
ગુજરાતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતની એન્ટ્રી થઈ ચુકી છે ત્યારે કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતમાં 2 દિવસ અલગ અલગ સ્થળે કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, ટેન્ક, ટ્રેક્ટર અને ટ્વીટરથી દેશ ચાલે છે. રાકેશ ટિકૈતે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતુ કે, ગુજરાતના ખેડૂતોને પણ ટેકાના ભાવ નથી મળતા. ગુજરાતના ખેડૂતોને આંદોલન કરતા સરકાર રોકી રહી છે. સરકાર સાથે હાલ વાટાઘાટોના કોઈ સંકેત નહીં.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…