રાહુલ ગાંધીએ બે શેર ટ્વિટ કરીને પીએમ પર કટાક્ષ કર્યો..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રના નામે કરેલા સંબોધન પછી રાહુલ ગાંધીએ બે શેર ટ્વિટ કરીને પીએમ પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ શહાબ જાફરીના બે શેર ટ્વિટ કર્યા – તુ ઇધર ઉધર કી ન વાત કર/ યે બતા કી કાફિલા કૈસે લુટા, મુઝે રહજનો સે ગિલા તો હૈ/ પર તેરી રહબરી કા સવાલ હૈ.

આ શેરને પીએમ મોદીના ચીન, અર્થવ્યવસ્થા અને વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ પર કશું ના બોલવા પર ઉઠાવેલા સવાલોની જેમ જોવામાં આવે છે.

આમ એટલા માટે કારણ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો જાહેર કરીને તેમને કેટલાક સવાલ પૂછ્યા હતા અને સલાહ આપી હતી.

આ વીડિયોમાં તેમણે ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન, ગરીબ, મજૂર અને મધ્યમવર્ગ પર થયેલા આર્થિક નુકસાન અને પેટ્રોલ-ડીઝલની વધી રહેલી કિંમત, લદાખમાં ચીનની ઘૂષણખોરી જેવા મુદ્દાને ઉઠાવ્યા હતા.

રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીને ચીનની લદાખમાં ઘૂસણખોરીને લઈને સીધો સવાલ કર્યો હતો કે ચીનને લદાખમાંથી ક્યારે અને કેવી રીતે બહાર કરશો.

આ સિવાય એ પણ ક્યું હતું કે સરકાર પાસે પૈસાની કોઈ ખોટ નથી. તેમણે સરકારને ન્યાય જેવી યોજના લાગુ કરવાની અપીલ પણ કરી હતી જેથી માંગમાં વધારો થાય અને અર્થવ્યવસ્થાને બચાવી શકાય.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.