પંજાબ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસની ધૂમ, BJP ને નિરાશા…

ખેતી કાયદા વિરુદ્ધ ચાલી રહેલ પ્રદર્શન વચ્ચે પંજાબમાં થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે અનેક રીતે મહત્વના સાબિત થવાના છે. આવતા વર્ષે થનારા વિધાનસભા ચૂંટણી પહેલાની અગ્નિ પરીક્ષાના રૂપમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટ આજે વોટોની ગણતરી થઈ ર હી છે. વોટ ની ગણતરી સવારે 8 વાગ્યાથી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે પંજાબમાં 14 ફેબ્રુઆરીએ 117 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ હતી. જેમાથી 109 નગરપાલિકા અને નગર પંચાયત છે. તો બીજી બાજુ 8 નગર નિગમનો સમાવેશ છે. બીજી બાજુ 8 નગર નિગમ સામેલ છે. આઠ નગર નિગમ અબોહર બાથિંડા, બાટલા, કપૂરથલા, મોહાલી, હોશિયારપુર, પઠાણકોટ અને મોગાના 2252 વોર્ડ અને 109 નગર પાલિકા પરિષદના પરિણામો આજે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. આ ક્ષણે, કોંગ્રેસ પ્રારંભિક પરિણામોમાં કમાલ કરતી દેખાઈ રહી છે. તો ચાલો જાણીએ પંજાબ નાગરિક ચૂંટણીના વલણો અને પરિણામો.

ફાજિલ્કામાં કોંગ્રેસે 19 સીટ જીતી. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીને 4 વોર્ડમાં જીત મળી છે. આમ આદમી પાર્ટેને બે થી જ સંતોષ કરવો પડ્યો.

ખેડૂત આંદોલન વચ્ચે ચૂંટણી પરિણામ

પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 117 સંસ્થાઓ ઉપર 9 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. દરેકની નજર ખેડૂત આંદોલનની ગરમીમાં યોજાયેલી આ ચૂંટણીઓનાં પરિણામો પર છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આ પરિણામોમાં કોંગ્રેસને કૃષિ કાયદાના જોરદાર વિરોધનું ફળ મળી રહ્યું છે. અહીં પાર્ટી શહેરી સંસ્થાઓમાં શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. તે જ સમયે, અકાલી દળ અને AAPની કામગીરી તેમની અપેક્ષાઓ અને દાવા મુજબ જોવા મળી નથી, જ્યારે ભાજપ આ કૃષિ કાયદાની ચૂકવણી કરતી જોવા મળી રહી છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.