બાળકો સૌ પવઈ ( મુંબઈ ) ની ‘ અક્ષરવાડી’માં શિબિર માટે ગયા હતા. એ સુંદર શિબિરનો અહેવાલ સ્વામીશ્રી પાસે બે બાળકો – ધવલ અજમેરા અને મુકુલ ઝવેરીએ આપ્યો . સ્વામીશ્રી એકચિત્તે સાંભળી રહ્યા હતા . પછી કહે,અત્યારે શિબિર કરીને આવ્યા તે મોટાં ભાગ્ય કહેવાય. આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીબાપાએ ઠેલ માર્યો તે અત્યારે તમને ધબ્બા મળે છે. એ વખતે તો ગામમાં કોઈ પૂછે નહીં ,ને પટેલને ઘેર ઊનાં પાણી.” એના જેવું હતું … ‘ એમ કહી આપણી અક્ષરપુરુષોત્તમ સંસ્થાની સ્થાપનાનો રસાળ ઇતિહાસ સ્વામીશ્રી બાળકોને ધ્યાનમાં રાખીને કહેવા લાગ્યા.
થોડીવારે વાત પૂરી થઈ ત્યાં કોઈ બોલ્યું , ‘ મુકુલને તો ત્યાં ( શિબિરમાં ) મચ્છરે ફોલી ખાધો. ’ સ્વામીશ્રી વ્યવસ્થાપક સંતની સામું જોઈને કહે , ‘ દવા છાંટી નહોતી ? દવા છાંટી દેવી જોઈએ … ‘ તેઓ કહે , ‘ બાપા! ધૂણી તો કરી જ હતી. ” સ્વામીશ્રીએ ફરી કહ્યું, ‘ એ બરાબર , પણ કાચબા અગરબત્તી પણ રાખવી … છોકરાનું ધ્યાન રાખવું. નહીં તો માંદા પડે … ‘ કલકત્તાથી હર્ષદભાઈ વળિયા આવ્યા હતા. તેમનો દૌહિત્ર ચાર – પાંચ માસનો જ હતો. હર્ષદભાઈએ પ્રણામ કરતા એ શિશુને સ્વામીશ્રીના ખોળામાં જ મૂકી દીધું!
સ્વામીશ્રી પ્રસન્નતાથી તેની સામું જોઈ રહ્યા બાળકની આંખો બંધ હતી. સ્વામીશ્રી જરા ઉઘાડતાં કહે , ‘ મહાત્મા , જાગો … ” બાળક આ પ્રેમની ભાષા સમજી ગયો હોય તેમ તેણે આંખો ઉઘાડી. સ્વામીશ્રી બોલી ઊઠ્યા, ‘ મહાત્મા જાગ્યા ખરા … બરાબર સત્સંગ રાખજો હોં , શું નામ ? ” ‘ રાજ . ‘ હર્ષદભાઈએ કહ્યું. સ્વામીશ્રી કહે , ‘ વાહ ! આપણે તો ભગવાનની ભક્તિ થાય એ મોટું રાજ … ! ” સૌ આ નિર્દોષ ગોઠડીને માણી રહ્યા હતા . સ્વામીશ્રીના નિર્મળ પ્રેમ પ્રવાહમાં પેલો બાળક ખોળામાં ઊછળતો ગેલમાં આવી ગયો ! !
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…