વ્યસનીને જોતાં જ સ્વામીશ્રીનો માંહ્યલો કરુણાથી સળવળી ઉઠે છે. અત્યાર સુધીમાં સ્વામીશ્રીએ વ્યક્તિગત રીતે આવા લાખો લોકોને જાતે સમજાવી સમજાવીને વ્યસનોમાંથી મુક્ત કર્યા છે. વ્યસનો કરતી વ્યક્તિ મળે ત્યારે અતિ વ્યસ્તતા વચ્ચે પણ સ્વામીશ્રી ગમે તેમ કરીને સમય કાઢે ને કરુણાર્ક થઈને તેને વ્યસન મુકાવવા લાગી કેટલાયને એક વખત વ્યસન છોડાવ્યા પછી સ્વામીશ્રી વર્ષો સુધી તેને યાદ રાખીને તેને સતત બળ આપ્યા કરે છે.
અચારડાના ભરતસિંહ ઝાલાને એક વખત વ્યસન મુકાવ્યા પછી સ્વામીશ્રીએ પત્રો દ્વારા અને વ્યક્તિગત રીતે મળીને વ્યસનથી દૂર રાખવા સતત પ્રેરણાપ્રવાહ વહાવે જ રાખ્યો. ક્યારેક વ્યસનમાં નાદાર થઈ ગયેલા જીવ પર આક્રોશ ઠાલવીને પણ સ્વામીશ્રી દયાના મેઘ વરસાવે છે. અમદાવાદમાં સ્વામીશ્રી હરિભક્તોને મળતાં મળતાં જૂના સભામંડપ તરફ પધારી રહ્યા હતા ત્યારે એક યુવક સ્વામીશ્રીના પગમાં પડી ગયો. એક સંતે એની ઓળખાણ આપી ત્યારે સ્વામીશ્રીએ કહ્યું : ‘ એને ઓળખું છું . કેમ છે અતુલ તારે ? હજી ચાલુ છે ? ” ‘ શું ? ” ‘ બ્રાઉન શુગર . યુવક મૌન રહ્યો . સ્વામીશ્રી એના હાવભાવ વાંચી શકતા હતા : ‘ હજી વ્યસન ચાલુ છે ને ! તને અનેક વાર કહ્યું આમાં શી કમાણી કરી ? બ્રાઉન શુગર ખઈ ખઈનેનરકમાં જવું લાગે છે !
બધા તને વ્યસન મૂકવા કહે છે એ તને મારી નાખવા કહે છે ? વ્યસન મૂકવાથી નથી મરી જવાતું . તું નિશ્ચય કર , કેટલાનું લે છે ? ” ‘ ૨૦૦ રૂપિયાનું રોજ . ” ‘ રૂપિયા લાવે છે ક્યાંથી ? ” ‘ સરકારી નોકરી છે એટલે મળી રહે છે . ‘ સ્વામીશ્રીએ કહ્યું : “ આ પાછી બીજી ચોરી ! એક બાજુ આ ચોરી કરવી એ પાપ ને એના માટે લોકો પાસેથી લેવા એ બીજું પાપ . અહીં દુઃખ અને મર્યા પછી પણ દુ : ખ . ” આટલું બોલતાં તો સ્વામીશ્રી કરુણાથી આકુળ વ્યાકુળ થઈ ગયા હતા . એક વિધવા માતાના પુત્રને સુધારવા માટે સ્વામીશ્રીએ આઠ – આઠ વર્ષથી અંગત સંભાળ લીધી હતી , છતાં એની નાદારી સ્વામીશ્રીથી કઈ રીતે સહન થાય ? આવા તો લાખોને સ્વામીશ્રીની કરુણાનો સંસ્પર્શ થયો છે .
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…