લંડન મંદિરમાં હજુ હમણાં જ સભા પૂરી થઈ હતી. સ્વામીશ્રી આશીર્વાદ આપી રૂમમાં પધાર્યા. ત્યાં દિનેશ સામાણીનો નાનકડો રવિ હાથમાં રફ નોટબુક લઈ રૂમમાં દોડી આવ્યો. હજુ ભણવા પણ ન બેઠો હોય, તેની નોટબુકમાં ‘ ચીતરડા – ભમરડા ‘ સિવાય બીજું શું હોય ? સ્વામીશ્રીને ઉત્સાહથી નોટ બતાવી. રવિ કહે : ‘ મારી નોટ ! ‘ સ્વામીશ્રીએ પ્રેમથી નોટબુક લીધી. પાનાં ઉથલાવ્યાં. ત્યાં તે બોલ્યોઃ ‘ મને આશીર્વાદ લખી આપો . ‘ સ્વામીશ્રી મલક્યા.
રવિએ એક ચિત્ર દોર્યું હતું તે પાનું કાઢી તરત બે લીટી લખી આપી: ‘ આપણે સારું ભણવું. માતાપિતાને પગે લાગવું. સત્સંગ કરવો … શા.નારાયણસ્વરૂપદાસના આશીર્વાદ, ૨૭-૯-૯૦, લંડન. ‘ પછી કહે , ‘ લે , બસ ! ” રવિ આનંદથી ઊઠ્યો. રફ નોટબુકના રફ કાગળ સાથે સ્વામીશ્રીને મતલબ ન હતો. કારણ કે આ અક્ષરો બાળકના હૃદય પર અંકાતા હતા.
બાળકોને જુએ ને સ્વામીશ્રી પણ તેના જેવડા બની જાય . અટલાદરામાં ગિરીશભાઈ પટેલનો હરિ દર્શને આવ્યો. સ્વામીશ્રીએ એકદમ તેની સામે પ્રસાદનાં બે બોક્સ ધર્યા.
એક નાનું ને બીજું મોટું કહે : ‘ લે, નાનું જોઈએ કે મોટું ? ” આ ચાલાક બાળક વિચારમાં પડી ગયો, પછી ધીરેથી કહે, ‘ નાનું ! ” તેની ભાવના જોઈ સ્વામીશ્રી હસી પડ્યા. ને નવી રમત આદરી. કહેઃ “ જો , એક બોક્સમાં પંજરી છે , ને બીજામાં લાડુડી… બોલ, હવે કયું જોઈએ? ” તડાક દઈને હરિ બોલી ઊઠયોઃ “ બંને! ” સૌ હસી પડ્યા.
સ્વામીશ્રી ખડખડાટ હસતાં કહે, ‘ બેન , કોદરો આપું કે કોદરી ? તો કહે , ‘ બંને ! ” એવો છે આ !! ” તેને બંને બોક્સ આપી સ્વામીશ્રીએ રાજી કર્યો . ગંભીરતાના વિરાટ ઊંબરાને વટાવવો સ્વામીશ્રી માટે કેટલો સહજ છે!
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…